Surat : ભાજપના વધુ એક નેતા વિરુદ્ધ ગુનો દાખલ, ફરિયાદમાં ગંભીર આરોપ
- સુરતમાં (Surat) ભાજપનાં વધુ એક નેતા વિરુદ્ધ ગુનો દાખલ
- જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ હર્ષદ ચૌધરી સામે ફરિયાદ નોંધાતા કાર્યવાહી
- આશ્રમ શાળાનાં મંજૂર 9 ઓરડામાંથી 8 ઓરડા જ બનાવ્યાનો આરોપ
- બોરસદ દેગડિયા પંચાયતનાં સરપંચ, તલાટી વિરુદ્ધ પણ ગુનો દાખલ
- વિપક્ષની રજૂઆતને પગલે તપાસ થતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો!
સુરતમાં (Surat) ભાજપના વધુ એક નેતા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સુરતનાં માંગરોલ પોલીસ મથકમાં (Mangrol Police Station) જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ હર્ષદ ચૌધરી સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં આશ્રમ શાળાનાં મંજૂર 9 ઓરડામાંથી 8 ઓરડા જ બનાવ્યા હોવાનો આરોપ કરાયો છે. બોરસદ દેગડીયા ગ્રામ પંચાયતનાં સરપંચ, તલાટી વિરુદ્ધ પણ ગુનો દાખલ કરીને પોલીસે હર્ષદ ચૌધરી (Harshad Chaudhary) સહિતનાં શખ્સોની અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Surat : પોર્ન વીડિયોનું વેચાણ કરતી ગેંગ ઝડપાઈ, SOG એ કર્યો પર્દાફાશ
જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ હર્ષદ ચૌધરી, સરપંચ, તલાટી સામે ગુનો
સુરતમાં (Surat) BJP નાં વધુ એક નેતા વિવાદમાં સપડાયા છે. માહિતી અનુસાર, જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ હર્ષદ ચૌધરી સામે સુરતનાં માંગરોલ પોલીસ મથક ખાતે ગુનો નોંધાયો છે. સાથે જ બોરસદ દેગડિયા પંચાયતનાં (Borsad Degadia Gram Panchayat) સરપંચ, તલાટી વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં આરોપ છે કે બોરસદ દેગડિયા ગામે સરકાર દ્વારા આશ્રમ શાળાનાં નવા 9 ઓરડા મંજૂર કરવામાં આવ્યા હતા. પરંતુ, 9 ઓરડાને બદલે 08 ઓરડા જ બનાવામાં આવ્યા છે.
આ પણ વાંચો - Narmada Water : ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રનાં લોકો આનંદો..! સરકારે લીધો આ મહત્ત્વપૂર્ણ નિર્ણય
9 ઓરડાને બદલે 08 ઓરડા જ બનાવ્યાનો આરોપ
અહેવાલ અનુસાર, વિપક્ષની રજૂઆત બાદ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવતા આ ભ્રષ્ટાચાર સામે આવ્યો હતો. આ મામલે માંગરોલ તાલુકા વિકાસ અધિકારીએ (Mangrol Taluka Development Officer) પોલીસ મથક ખાતે ફરિયાદ આપી હતી. પોલીસે પણ હર્ષદ ચૌધરી સહિતના શખ્સો સામે ગુનો દાખલ કરીને તેમની અટક કરી હોવાની માહિતી છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Water Conservation : 'જળસંચય' માં વધારો કરવા રાજ્ય સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય