Surat : 17 કલાક વિત્યા... કીચડમાં બાળક ફસાયું હોવાની આશંકા, NDRF ની ટીમ બોલાવાઈ, લોકોમાં રોષ
- Surat નાં વરિયાવની ઘટના, હજું સુધી બાળકની કોઈ ભાળ મળી નથી
- ઘટનાને 17 કલાક વિત્યા છતાં ફાયર વિભાગને કોઈ સફળતા મળી નથી
- બાળકને શોધવા માટે NDRF ની ટીમ બોલાવવામાં આવી
- બાળકનો ગટરમાં ગરકાવ થતાં પરિવારજનો અને સ્થાનિકોમાં તંત્ર સામે રોષ
સુરતનાં (Surat) વરિયાવ વિસ્તારમાં ગઈકાલે બે વર્ષનું માસૂમ બાળક ખુલ્લી ગટરમાં ખાબક્યું હતું. ફાયર વિભાગની વિવિધ ટીમ દ્વારા છેલ્લા 17 કલાકથી બાળકની અથાગ શોધખોળ કરાઈ રહી છે. પરંતુ, તેમ છતાં હજી સુધી બાળકની કોઈ ભાળ મળી નથી. ડ્રેનેજ અને સ્ટ્રોમ લાઈનમાં બાળકની તપાસ કરાઈ રહી છે. બાળકને શોધવા માટે NDRF ની ટીમ પણ બોલાવવામાં આવી છે. રેસ્ક્યૂ ઓપરેશન હાલ પણ ચાલુ છે. બીજી તરફ આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિવાર અને સમાજનાં લોકો રસ્તા પર ઉતર્યા છે અને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.
આ પણ વાંચો - Botad : નગરપાલિકાની ચૂંટણીમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાનો ડોર ટુ ડોર પ્રચાર
દોઢ ફૂટ સુધી મળ અને કીચડ હોવાથી બાળક ફસાયું હોવાની આશંકા
સુરતનાં (Surat) વરિયાવ વિસ્તારની ઘટનામાં હાલ પણ માસૂમનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. ફાયર વિભાગની (Surat Fire Department) વિવિધ ટીમ હેઠળ 100 થી વધુ જવાનો દ્વારા છેલ્લા 17 કલાકથી બાળકને શોધવાનાં પ્રયાસ કરાઈ રહ્યા છે પરંતુ, તેમ છતાં બાળકની હજી સુધી કોઈ ભાળ મળી નથી. માહિતી અનુસાર, ડ્રેનેજ અને સ્ટ્રોમ લાઈનમાં બાળકની તપાસ કરાઈ રહી છે. લાઇનમાં દોઢ ફૂટ સુધી મળ અને કીચડ હોવાથી બાળક ફસાયું હોવાની આશંકા છે. એક-એક છિદ્ર 10 થી 12 વખત ચેક કરવામાં આવ્યા છે. ફાયર વિભાગનાં જવાનો સ્કૂબા શૂટ અને ઓક્સિજન સપોર્ટ સાથે અંદર ઊતર્યા છે અને તપાસ કરી રહ્યા છે. ઉપરાંત, બાળકની શોધ માટે જેટીંગ મશીન સહિતના સાધનોનો પણ ઉપયોગ કરાઈ રહ્યો છે. 12 જેટલા ગટરના ઢાંકણા ખોલીને તપાસ કરાઇ રહી છે. માહિતી અનુસાર, બાળકને શોધવા માટે હવે NDRF ની ટીમ પણ બોલાવવામાં આવી છે.
આ પણ વાંચો - Ahmedabad : AMC એ રજૂ કર્યું 14 હજાર કરોડનું બજેટ, શહેરીજનોને મળશે આ ખાસ સુવિધાઓ!
તંત્રની બેદરકારી સામે પરિવારજનો-સ્થાનિકોમાં રોષ, રોડ પર ઉતરી વિરોધ
બીજી તરફ આ ઘટનાને પગલે સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિવાર અને સમાજનાં લોકોએ રસ્તા પર ઉતરીને તંત્રની બેદરકારી સામે વિરોધ વ્યક્ત કર્યો છે. તંત્રની ઉદાસીનતાનાં કારણે આ ઘટના બની હોવાનો આરોપ સ્થાનિકોએ કર્યો છે. લોકોએ રસ્તા પર ઉતરીને મનપાના અધિકારીઓ સામે સૂત્રોચ્ચાર કર્યા છે. સ્થાનિકો સાથે SMC માં વિપક્ષના નેતાઓ પણ વિરોધમાં ઉતર્યા છે. હપ્તાખોરીના કારણે ઘટનાઓ બનતી હોવાનો આક્ષેપ કરાયો છે અને જવાબદાર અધિકારીઓ-કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ પણ કરાઈ છે.
આ પણ વાંચો - Rajkot : સિવિલ હોસ્પિટલમાં ઉંદરના ત્રાસનો Video વાઇરલ, Gujarat First નાં અહેવાલની અસર