Surat: ઓપરેશન મ્યુલ એકાઉન્ટ હેઠળ શહેર પોલીસની કાર્યવાહી
- Surat: રાંદેર પોલીસે સાયબર ફ્રોડના ગુનામાં આરોપીની ધરપકડ કરી
- આરોપી મહેશ ભાનુદાસ મહાજનની પોલીસે ધરપકડ કરી છે
- બેંક અકાઉન્ટમાં જમા થયેલા નાણાં વીડ્રો કરી આગળ મોકલતો
Surat: ઓપરેશન મ્યુલ એકાઉન્ટ હેઠળ સુરત પોલીસે મોટી કાર્યવાહી કરી છે. રાંદેર પોલીસે સાયબર ફ્રોડના ગુનામાં આરોપીની ધરપકડ કરી છે જેમાં આરોપી મહેશ ભાનુદાસ મહાજન પોલીસના હાથે ઝડપાયો છે. સાયબર ફ્રોડ આચરતી ગેંગને આરોપી મદદરૂપ થતો હતો. બેંક અકાઉન્ટમાં જમા થયેલા નાણાં વિડ્રો કરી આગળ મોકલતો હતો. તથા આરોપી એકાઉન્ટ ભાડે આપી ભાડુ વસૂલ કરતો હતો. તથા અન્યને પણ અંધારામાં રાખી એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો.
વિદ્યાર્થીનીને અંધારામાં રાખી તેણીના બેંક એકાઉન્ટનો પણ ઉપયોગ કર્યો
સુરત પોલીસના ઓપરેશન "મ્યુલ એકાઉન્ટ" હેઠળ રાંદેર પોલીસે સાયબર ફ્રોડના ગુનામાં આરોપી મહેશ ભાનુદાસ મહાજનની ધરપકડ છે. આરોપી ડીંડોલીના સિદ્ધિ વિનાયક સોસાયટીનો રહેવાસી છે. તે સાયબર ફ્રોડ આચરતી ગેંગને મદદરૂપ થતો હતો. તથા સાયબર ફ્રોડના નાણા જમા કરાવવા પોતાના બેંક એકાઉન્ટનો ઉપયોગ કરતો હતો. જે બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના નાણા જમા થતાં તે વીડ્રો કરી આગળ મોકલતો હતો.
Surat: બેંક એકાઉન્ટ ભાડે આપી ભાડુ પણ વસુલતો
બેંક એકાઉન્ટ ભાડે આપી ભાડુ પણ વસુલતો હતો. તેમજ સોસાયટીમાં જ રહેતી બીકોમની વિદ્યાર્થીનીને અંધારામાં રાખી તેણીના બેંક એકાઉન્ટનો પણ ઉપયોગ કર્યો હતો. પાડોશમાં રહેતી હોવાથી વિશ્વાસ અને ભરોસામાં લઈ વિદ્યાર્થીનીના બેંક એકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડના ગુનામાં કર્યો હતો.
બેંક એકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડના ગુનામાં કર્યો
વિદ્યાર્થીનીએ જણાવ્યું છે કે મારા બેંક એકાઉન્ટમાં રૂપિયાની લિમિટ પૂરી થઈ ગઈ છે કહી બેંક એકાઉન્ટ લીધું હતું. તેનો ઉપયોગ એસાયબર ફ્રોડના ગુનામાં કરાયો છે. એકાઉન્ટમાં આવેલ સાયબર ફ્રોડના નાણા ઉપાડી ગુનો કર્યો હતો. વિદ્યાર્થીનીને આઇટી ક્ષેત્રના નોકરી અપાવવાની પણ લાલચ આપી હતી. જેમાં રાંદેર પોલીસની તપાસમાં ભાંડો ફૂટતા પોલીસે ભેજાબાજની ધરપકડ કરી છે. તથા વધુ તપાસ રાંદેર પોલીસે હાથ ધરી છે.
આ પણ વાંચો: Rajkot ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા નમુના ફેલ, લોકોના આરોગ્ય મામલે ચિંતા વધી


