Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat: અસામાજિક તત્વોને સમજાવવા શહેર પોલીસનો ફિલ્મની અંદાજ

સુરત (Surat) શહેર પોલીસે સોશિયલ મીડિયા પર ફિલ્મના નામ સાથે પોસ્ટ અપલોડ કરી
surat  અસામાજિક તત્વોને સમજાવવા શહેર પોલીસનો ફિલ્મની અંદાજ
Advertisement
  • પોલીસે સોશિયલ મીડિયા પર ફિલ્મના નામ સાથે પોસ્ટ અપલોડ કરી
  • છેલ્લો દિવસ, ચાલ જીવી લઈએ, ગ્રાન્ડ મસ્તી, એનિમલ, કમઠાણના આપ્યા
  • પોલીસનો આ અલગ અંદાજ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે

Surat: શહેરમાં અસામાજિક તત્વોને સમજાવવા પોલીસનો ફિલ્મની અંદાજ સામે આવ્યો છે. જેમાં સુરત (Surat) શહેર પોલીસે સોશિયલ મીડિયા પર ફિલ્મના નામ સાથે પોસ્ટ અપલોડ કરી છે. તેમાં છેલ્લો દિવસ, ચાલ જીવી લઈએ, ગ્રાન્ડ મસ્તી, એનિમલ, કમઠાણ અને ભલે પધાર્યા ફિલ્મના નામ સાથે અનોખી પોસ્ટ બનાવી છે. આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે આજે વર્ષનો 'છેલ્લો દિવસ' છે, તમને થશે 'ચાલ જીવી લઈએ' તમે 'ગ્રેન્ડ મસ્તી' ભલે કરો પણ 'એનિમલ' બનીને 'કમઠાણ' મચવ્યું તો અમે કહીશું 'ભલે પધાર્યા'

Advertisement

સરઘસ કાઢીને પોલીસે આવાર તત્વોને ચેતવણી આપી

સુરત (Surat) માં અસમાજિક તત્વોનો આતંક ખુબ વધી રહ્યો છે. આ લોકો શહેરમાં ખુલ્લેઆમ હથિયારો લઈને ફરે છે અને સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જતા હોય છે. જો કે, અત્યારે પોલીસ દ્વારા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. વિગતે વાત કરવામાં આવે તો, સુરત (Surat) પોલીસે અસામાજિક તત્વોને પાઠ ભણાવ્યો છે. તાજેતરમાં જ સુરત પોલીસ દ્વારા લિંબાયતમાં અસામાજિક તત્વોનું સરઘસ કાઢવામાં આવ્યું હતુ. આ લોકોએ શહેરીજનોમાં ભયનો માહોલ સર્જ્યો હતો. જેથી તેમની ધરપકડ કરીને શહેરમાં સરઘસ કાઢ્યું હતુ. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે વાત કરવામાં આવે તો, આ અસમાજિક તત્વો ચિયા ગેંગના સાગરિત હતા અને શહેરમાં ખુલ્લેઆમ હથિયારો લઈને ફરી ભયનો માહોલ સર્જતા હોય છે. જેથી ચિયા ગેંગના સાગિરતનું જાહેરમાં સરઘસ કઢાયું હતું. આ સરઘસ કાઢીને સુરત પોલીસ (Sura Police)એ આવા તત્વોને ચેતવણી આપી હતી. નોંધનીય છે કે, થોડા દિવસ અગાઉ હથિયારો સાથે આતંક મચાવ્યો હતો. આથી સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો: Vadodara: નાના બાળકોના માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો

લોકોમાંથી ડર દૂર કરવા પોલીસે કાઢ્યું આરોપીનું સરઘસ

નોંધનીય છે કે, સુરત (Surat) શહેરના લિંબાયત વિસ્તારમાં આ અસામાજિક તત્વોએ હથિયારો સાથે સ્થાનિકોમાં ભય ફેલાવ્યો હતો. આ મામલે પોલીસને જાણ થઈ હતી. જેથી પોલીસે કાર્યવાહી હાથધરી અને લોકોમાંથી ડર દૂર કરવા આરોપીનું સરઘસ કાઢ્યું હતું. સુરત પોલીસે આ કાર્યવાહી કરીને લોકોને ભયમુક્ત કર્યા છે. સુરત શહેરમાં દેશભરમાંથી લોકો આવીને વસેલા છે. જેથી આવા તત્વો લોકોને હેરાન પરેશાન ના કરે તે માટે કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: Rajkot: શાપર આરોગ્ય કેન્દ્રમાં કર્મચારીઓને તાપણું ભારે પડ્યું!

Tags :
Advertisement

.

×