Surat: નવી સિવિલમાં રેગિંગ મુદ્દે ભારે ખળભળાટ, ચાર રેસિડેન્ટ ડોક્ટરો સામે ગુનો નોંધાયો
તબીબી વિદ્યાશાખા સાથે જોડાયેલા યુવા ડોક્ટરોની માનસિક સ્થિતિ અને હોસ્પિટલોમાં ચાલતી સંસ્થાગત પ્રથાઓ સામે અવારનવાર ગંભીર સવાલો ઊભા થતા હોય છે. તાજેતરમાં ચકચાર જગાવનાર એક અત્યંત સંવેદનશીલ આપઘાત પ્રકરણમાં તંત્ર દ્વારા લેવાયેલા કડક પગલાંના કારણે સમગ્ર રાજ્યમાં ભારે હલચલ મચી ગઈ છે
Advertisement
Surat Civil Doctor Suicide: સુરત (Surat) નવી સિવિલ હોસ્પિટલ (Surat Civil Hospital) માં રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યા (Dr Harsh Pandya) ના ચકચારી આપઘાત કેસમાં એક અત્યંત મોટો અને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. આ ગંભીર મામલે સિવિલ મેડિકલ વિભાગના જવાબદાર અધિકારી દ્વારા ખટોદરા પોલીસ સ્ટેશન (Khatodara Police Station) માં સત્તાવાર રીતે રેગિંગની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ડૉ. હર્ષ પંડ્યાને અગાઉ હોસ્પિટલ પરિસરમાં ગોંધી રાખીને ડરાવવામાં આવ્યા હતા અને માનસિક તેમજ શારીરિક રીતે ટોર્ચર (Mental Torture) કરવામાં આવ્યા હતા.

