Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ઝંઝાવતી પ્રચાર, રોડ-શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

Surat માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો મેગા રોડ-શોની શરૂઆત થઈ છે અને આ રોડ-શોમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિકો ઉમટયા છે, ભાજપના ઉમેદવારોને જંગી બહુમતથી લીડ મળે અને જીતે તે હેતુસર આ રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે.
surat માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ઝંઝાવતી પ્રચાર  રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
Advertisement
  • Surat માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો મેગા રોડ શો
  • પાટીદાર સમાજના ગઢ ગણાતા વરાછામાં CMનો રોડ શો
  • સુરતમાં CM ભૂપેન્દ્રભાઇ પટેલનો 5 કિમી લાંબો રોડ શો
  • નાના વરાછા ઢાળથી હીરા બાગ સર્કલ સુધી રોડ શો
  • વિશાળ જન સમર્થન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

Surat : સુરતમાં મુખ્યમંત્રી (cm) ભૂપેન્દ્રભાઈ પટેલે (bhupendra bhai patel) રોડ-શો (road show) યોજયો છે અને પાટીદાર (patidar)ના હબ ગણાતા વિસ્તારથી આ રોડ-શોની શરૂઆત કરવામાં આવી છે, સુરતમાં મુખ્યમંત્રીના પ્રચારથી ભાજપ (bjp)ને થશે ફાયદો અને જન સમર્થન યાત્રા બાદ કતારગામમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે, પાટીદારોના ગઢ ગણાતા વિસ્તારમાં ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવ્યો છે, ભાજપના નેતાઓ તેમજ ભાજપના અગ્રણીઓ આ રોડ-શોમાં પહોંચ્યા છે અને સ્થાનિકો પણ છે.

Surat માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો પ્રચંડ પ્રચાર

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર અર્થે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વરાછા વિસ્તારમાં એક વિશાળ મેગા રોડ-શો યોજી રહ્યાં છે અને જાણે ભાજપનું શકિતપ્રદર્શન હોય તેવું લાગી રહ્યું છે, પાટીદાર સમાજના ગઢ ગણાતા વરાછામાં મુખ્યમંત્રીના આ રોડ-શોમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને જીતશે ભાજપના નારા લાગ્યા હતા. આ 'જન સમર્થન યાત્રા' નાના વરાછા ઢાળથી શરૂ થઈને હીરા બાગ સર્કલ સુધી અંદાજે 5 કિલોમીટર લાંબા રૂટ પર યોજાશે અને લોકોએ પુષ્પવર્ષા કરીને મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. રોડ-શોની પૂર્ણાહુતિ બાદ કતારગામમાં એક વિશાળ જનસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

Advertisement

સુરતમાં 17 એપ્રિલ 2026ના રોજ હર્ષભાઈ સંઘવીએ કરી હતી સભા

સુરત (Surat) ના કતારગામ (Katargam) વોર્ડ નંબર 7 માં ભાજપ (BJP) દ્વારા આયોજિત ભવ્ય જનસભામાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (DyCM Harsh Sanghavi) એ હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે વિપક્ષ પર આકરા પ્રહારો કરતા સુરતના વિકાસ અને શિક્ષણની સિદ્ધિઓ ગણાવી હતી. તેમણે કાર્યકર્તાઓને સંબોધતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, સુરતના વિકાસની ગતિને અટકાવનારા તાયફાબાજોનો હવે ખૂણે-ખૂણેથી સફાયો કરવાનો સમય આવી ગયો છે.

આ પણ વાંચો : Surat: સુરત મનપા ચૂંટણીમાં હાઈવોલ્ટેજ ડ્રામા, કોંગ્રેસે મજબૂત ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા

Tags :
Advertisement

.

×