Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : CM ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલે જનસભા સંબોધિ, જાણો PM મોદી વિશે શું કહ્યું ?

'ગરીબોનું સાચા અર્થમાં સશક્તિકરણ થયું છે. ગરીબી વિરુદ્ધ લડી શકે તે માટે ગરીબોને તાકાત આપવાનું કાર્ય પ્રધાનમંત્રી મોદીએ કર્યું છે.'
surat   cm ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી cr પાટીલે જનસભા સંબોધિ  જાણો pm મોદી વિશે શું કહ્યું
Advertisement
  1. સેલવાસથી પીએમ મોદી સુરત પહોંચ્યા, મેગા રોડ શો બાદ જનસભા સંબોધિ
  2. CM ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલે પણ લોકોને સંબોધિત કર્યા
  3. PM મોદીનાં નેતૃત્વમાં ગરીબ, વંચિત માટે કલ્યાણકારી યોજનાઓ લાગૂ થઈ : CM ભૂપેન્દ્ર પટેલ
  4. દિવ્યાંગ લોકોનું જીવન સુલભ બને, આર્થિક ઉપાર્જન કરી શકે તેવા પ્રયત્નો કર્યાં : CR પાટીલ

Surat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) તેમનાં બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન આજે પહેલા સુરતથી સેલવાસ (Silvassa) પહોંચ્યા હતા. ત્યાં કરોડોનાં વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદ સુરત પરત આવ્યા હતા. કેપિટલ સ્ક્વેર નજીકનાં હેલિપેડ પર પીએમ મોદીનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર. પાટીલ (CR Patil) દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ પીએમ મોદીનો મેગા રોડ શો યોજાયો હતો અને પછી પીએમ મોદીએ વિશાળ જનસભા સંબોધિ હતી.

ગરીબોનું સાચા અર્થમાં સશક્તિકરણ થયું છે : CM ભૂપેન્દ્ર પટેલ

સુરતમાં (Surat) યોજાયેલ જનસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહેલા સંબોધન આપતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રત્યેક જીવની કાળજી રાખી છે. તેમણે ગીરનાં વન્ય-પ્રાણીઓ માટે વેલ્ફેર સેન્ટરનું ખાતમુહૂર્ત કર્યું હતું. જ્યારે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં 25 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. ગરીબોનું સાચા અર્થમાં સશક્તિકરણ થયું છે. ગરીબી વિરુદ્ધ લડી શકે તે માટે ગરીબોને તાકાત આપવાનું કાર્ય પ્રધાનમંત્રી મોદીએ કર્યું છે. પીએમ મોદીના નેતૃત્વમાં ગરીબ, વંચિત, શોષિતોના સુખાકારી માટે કલ્યાણકારી અનેક યોજનાઓ લાગૂ કરવામાં આવી છે.

Advertisement

Advertisement

'ફેરીયાઓને 50 હજાર સુધીની લોન આપવવા પ્રધાનમંત્રી ગેરેન્ટર બન્યા'

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) આગળ કહ્યું કે, પ્રધાનમંત્રીએ ગરીબ કલ્યાણ યોજના અમલમાં લાવી, જેથી કરોડો લોકોને વિનામુલ્યે અનાજ મળ્યું. તેઓએ પીએમ વિશ્વકર્મા યોજના પણ આપી, જેથી ગરીબ, મધ્યમ વર્ગનાં કારીગરો આત્મનિર્ભર બની શકે. આ સાથે નાના ફેરીયાઓને બેંકમાંથી 50 હજાર રૂપિયા સુધીની લોન આપવવા માટે પ્રધાનમંત્રી જાતે ગેરેન્ટર બન્યા છે. પીએમ મોદીએ (PM Modi) અત્યોદય કલ્યાણની સાથે પર્યાવરણ જાળવણીનો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ વિચાર આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને સ્વચ્છતા પ્રત્યે પણ જાગૃત કર્યા છે.

આ પણ વાંચો - Surat : સેલવાસથી PM મોદી સુરત પહોંચ્યા, મેગા રોડ શો યોજશે, વિશાળ જાહેરસભાને સંબોધશે

દિવ્યાંગ લોકો આર્થિક ઉપાર્જન કરી શકે તેવા પ્રયત્નો કર્યાં : CR પાટીલ

પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે (CR Patil) લોકોને સંબોધિત કરતા કહ્યું કે, મજબૂરી અનુભવતા અનેક લાભાર્થીઓ અને કુટુંબ પર ભારણ ન બને તે માટે મફતમાં અનાજ આપવાનો આ કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમ પ્રધાનમંત્રીએ કર્યો છે, જેનો આભાર માનું છું. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રીને દિવ્યાંગને માત્ર નામ અને અનાજ જ નથી આપ્યું પરંતુ, દિવ્યાંગ લોકોનું જીવન સુલભ બને અને આર્થિક ઉપાર્જન માટે તેઓ સક્ષમ બને તેવા પ્રયત્નો કર્યા છે. દિવ્યાંગજનોને જરૂરિયાતનાં સાધનો ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થા પણ કરાઈ છે. 2.49 કરોડ દિવ્યાંગજનોને સાધન ઉપલબ્ધ કરાવવાનું કાર્ય કરાયું છે.

આ પણ વાંચો - PM મોદી સેલવાસ પહોંચ્યા, દીવમાં 150 કરોડ અને દમણમાં 105 કરોડના વિકાસકામોનું લોકાર્પણ

'દિવ્યાંગજનો માટે બજેટ વધારીને રૂ. 1275 કરોડ કરાયું'

કેન્દ્રીય મંત્રી CR પાટીલે આગળ કહ્યું કે, વડાપ્રધાન દ્વારા સરકારી નોકરીમાં 3 ટકા રિઝર્વેશનને વધારીને 4 ટકા કરવામાં આવ્યું છે, જ્યારે ઉચ્ચ શિક્ષણ માટે પણ 3 ટકાનું જે રિઝર્વેશન હતું તે વધારીને 5 ટકા સુધી કરવામાં આવ્યું છે. દિવ્યાંગજનોને મુશ્કેલી ન પડે તે માટે અંદાજે 709 રેલવે સ્ટેશન અને 80 જેટલા એરપોર્ટ પર બેસવા, ચઢવા અને ઉતરવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત, 1 હજારથી વધુ બસ સ્ટેશન પર પણ દિવ્યાંગજનોને અનુકૂળતા મળે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. વર્ષ 2014 પહેલા દિવ્યાંગજનો માટે બજેટ 565 કરોડ રૂપિયાનું હતું જે વધારીને વર્ષ 2024 સુધીમાં 1275 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, દિવ્યાંગજનો આત્મનિર્ભર બની શકે અને આર્થિક ઉપાર્જન કરી શકે તે માટે અનેક પ્રકારની લોન અને યોજનાઓ લાગૂ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપેક્ષા કરતા વધુ કાર્યો કર્યાં છે.

આ પણ વાંચો - Rajkot : જ્ઞાનપ્રકાશ સ્વામી નંબર પ્લેટ વિનાની કારમાં વીરપુર પહોંચ્યા, મીડિયાથી ભાગ્યા!

Tags :
Advertisement

.

×