Surat: CM ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જમનાબા વિદ્યાર્થી ભવનનું ભવ્ય લોકાર્પણ
- Surat: CM ભૂપેન્દ્રભાઈ પટેલ Surat જિલ્લાની મુલાકાતે
- વાલક પાટીયા ખાતે એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા
- જમનાબા વિદ્યાર્થી ભવનનું CMના હસ્તે લોકાર્પણ
Surat: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ(CM Bhupendrabhai Patel) આજે સુરત જીલ્લાની મુલાકાતે પહોંચ્યા છે. ત્યારે વાલક પાટીયા ખાતે આયોજિત એક ભવ્ય અને ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે મુખ્યમંત્રીના વરદ હસ્તે નવનિર્મિત 'જમનાબા વિદ્યાર્થી ભવન' (Jamnaba Vidyarthi bhavan) નું ગરિમાપૂર્ણ લોકાર્પણ (inauguration) કરવામાં આવ્યું હતું. આ આધુનિક વિદ્યાર્થી ભવનનું નિર્માણ સુરતના અગ્રણી સામાજિક સંગઠન સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ (Saurashtra Patel Seva Samaj) દ્વારા કરવામાં આવ્યું છે, જે ગ્રામીણ અને સંઘર્ષ કરતા વિદ્યાર્થીઓને શહેરમાં ઉચ્ચ શિક્ષણ (higher education) મેળવવા માટે રહેઠાણ અને શ્રેષ્ઠ શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવામાં આશીર્વાદરૂપ સાબિત થશે.
Surat: DyCM સહિત કેન્દ્રિય મંત્રી ઉપસ્થિત રહ્યા
વાલક પાટીયા ખાતે યોજાયેલા આ લોકાર્પણ સમારોહમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી (Home Minister) હર્ષભાઈ સંઘવી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સંસ્થાની આ શૈક્ષણિક પ્રવૃત્તિને બિરદાવી હતી. આ ઉપરાંત, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા (Mansukh Mandaviya) તેમજ રાજ્યના મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા સહિતના અનેક રાજકીય, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રના મહાનુભાવોએ હાજરી આપીને કાર્યક્રમની શોભા વધારી હતી. આ પ્રસંગે પાટીદાર સમાજના (Patidar community) અગ્રણીઓ, શ્રેષ્ઠીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની પ્રશંસા કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના સંબોધનમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની સામાજિક સમરસતા અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાની મુક્ત કંઠે પ્રશંસા (appreciation) કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન સમગ્ર વાલક પાટીયા વિસ્તાર પાટીદાર સમાજના ઉત્સાહ અને જય સરદારના નારાઓથી ગુંજી ઉઠ્યો હતો. સંસ્થાના હોદ્દેદારો દ્વારા તમામ આમંત્રિત મહેમાનોનું ભાવભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ સુરત પ્રવાસે નીકળ્યા CM ભૂપેન્દ્રભાઈ પટેલ, વડાપ્રધાનની અપીલ બાદ રેલવે મુસાફરી પસંદ કરી


