Surat : સમાજ અગ્રણીઓની ચીમકી, આચાર્ય-વિદ્યાર્થિનીની માતા વચ્ચે ટેલિફોનિક વાતચીતનો ઓડિયો આવ્યો સામે
- Surat માં ખાનગી શાળાઓ ધો. 8 ની વિધાર્થિનીનાં આપઘાતનો મામલો
- પરિવારને ન્યાય નહીં મળે તો આંદોલનની સમાજનાં અગ્રણીની ચીમકી
- આચાર્ય અને વિધાર્થિની માતા વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતનો ઓડિયો આવ્યો સામે
- ઓડિયોમાં આચાર્ય અને માતા વચ્ચે શાળાની ફીને લઈ વાતચીત થઈ!
સુરતનાં (Surat) ગોડાદરા વિસ્તારમાં આવેલી ખાનગી શાળાનાં ધોરણ 8 માં અભ્યાસ કરતી વિધાર્થિનીએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી લેતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. શાળા સંચાલકો તરફથી બાકી સ્કૂલ ફી મુદ્દે વારંવાર કરવામાં આવતા દબાણ અને હેરાનગતિથી કંટાળી વિધાર્થિનીએ આ પગલું ભર્યું હોવાના ગંભીર આક્ષેપ પરિવારજનોએ કર્યો છે. ત્યારે હવે સમાજનાં અગ્રણીઓએ પણ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. બીજી તરફ આચાર્ય અને વિધાર્થિની માતા વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતનો ઓડિયો પણ સામે આવ્યો છે.
આ પણ વાંચો - Surat : આદર્શ પબ્લિક સ્કૂલમાં ધો. 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો આપઘાત, પરિવારનાં ગંભીર આક્ષેપ
પીડિત પરિવારને ન્યાય ન મળે તો આંદોલનની ચીમકી
માહિતી અનુસાર, સુરતમાં (Surat) ગોડાદરાની આદર્શ પબ્લિક સ્કૂલમાં (Adarsh Public School) ધોરણ 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવાર સહિત સમાજનાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મૃતક વિદ્યાર્થિનીનાં પરિવારજનોએ શાળા પ્રશાસન સામે ગંભીર આક્ષેપ કર્યા છે. બાકી ફી માટે વિદ્યાર્થિનીને શાળા સંચાલકો તરફથી વારંવાર ટોર્ચર કરવામાં આવતી હોવાથી કંટાળીને વિદ્યાર્થિનીએ આ પગલુંભર્યું હોવાનો ગંભીર આક્ષેપ પરિવારજનોએ કર્યો છે. ત્યારે હવે સમાજનાં લોકોએ પરિવારને ન્યાય ન મળે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
આચાર્ય અને વિધાર્થીની માતા વચ્ચે ટેલીફોનીક વાતચીતનો ઓડિયો સામે આવ્યો | GujaratFirst#Student #TelephonicConversation #SchoolFeeDispute #Surat #GujaratFirst pic.twitter.com/GV13mJiTWF
— Gujarat First (@GujaratFirst) January 21, 2025
આ પણ વાંચો - બનાસકાંઠા જિલ્લા વિભાજનનાં વિરોધ વચ્ચે Sthanik Swaraj ચૂંટણી જાહેર, BJP-કોંગ્રેસે કર્યાં દાવા!
આ મામલે તટસ્થ તપાસ થાય તેવી માગ
પ્રાપ્ત માહિતી મુજબ, મૃતક વિદ્યાર્થિનીનાં સમાજનાં અગ્રણીઓએ આ મામલે તટસ્થ તપાસની માગ કરી છે. સમાજનાં અગ્રણી કમલેશ ખટિકે કહ્યું કે, આ ખૂબ જ દુઃખ દ ઘટના છે. વિધાર્થીનીને 81 મિનિટ સુધી લેબ રૂમમાં બેસાડી રાખવામાં આવી. બાકી ફી મુદ્દે વિધાર્થિની અને પરિવાર પર દબાણ લાવવામાં આવ્યું, જેના કારણે વિધાર્થિનીએ આપઘાત કર્યો. ઘટનામાં જે કોઈ પણ જવાબદાર હોય તેઓ સામે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે.
આચાર્ય અને વિધાર્થિની માતા વચ્ચે ટેલિફોનિક વાતચીતનો ઓડિયો આવ્યો સામે
બીજી તરફ શાળાનાં આચાર્ય અને વિધાર્થિનીની માતા વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતનો ઓડિયો પણ સામે આવ્યો છે. આ ઓડિયોમાં આચાર્ય અને માતા વચ્ચે શાળાની ફીને લઈ વાતચીત થઈ હતી. ફી મુદ્દે વિધાર્થિનીને વારંવાર દબાણ કરવામાં આવતું હોવાની વાત સામે આવી છે. ટેલિફોનિક વાતચીતમાં શાળા આચાર્ય પણ ફી મુદ્દે વાતચીત કરતા હોવાનું સાંભળવા મળે છે. આ ઓડિયો ક્લિપ પણ પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે.
આ પણ વાંચો - Ahmedabad : કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah આવશે ગુજરાત, કરોડોનાં વિકાસકામોની આપશે ભેટ


