Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Surat: AAP ના કાર્યકરે દુકાનદારને ધમકી આપી રૂ.1 લાખ પડાવ્યા, જાણો સમગ્ર મામલો

Surat: આપ કાર્યકર સહિત બે શખ્સો વિરુદ્ધ રૂ.1 લાખની ખંડણીની ફરિયાદ થઇ છે. જેમાં સસ્તા અનાજની દુકાનના વેપારીને ધમકી આપ્યાનો આરોપ છે. તેમાં આમ આદમી પાર્ટી (AAP) કાર્યકર શ્રવણ જોષીના સાગરીતોની વેપારીએ રૂપિયા 1 લાખ આપતા વીડિયો ઉતારી લીધો હતો. જેમાં લિંબાયત પોલીસે પુરાવાના આધારે બંને સામે ગુનો દાખલ કર્યો છે.
surat  aap ના કાર્યકરે દુકાનદારને ધમકી આપી રૂ 1 લાખ પડાવ્યા  જાણો સમગ્ર મામલો
Advertisement
  • Surat: દુકાનને તાળા મરાવી દેવાની ધમકી આપી એક લાખની ખંડણી માગી
  • સસ્તા અનાજની દુકાન ચલાવતા વેપારીએ પોલીસ ફરિયાદ કરી
  • સરકારી અનાજની દુકાનો ચલાવતા સંચાલકોમાં રોષ

Surat: આપ કાર્યકર સહિત બે શખ્સો વિરુદ્ધ રૂ.1 લાખની ખંડણીની ફરિયાદ થઇ છે. જેમાં સસ્તા અનાજની દુકાનના વેપારીને ધમકી આપ્યાનો આરોપ છે. તેમાં આમ આદમી પાર્ટી (AAP) કાર્યકર શ્રવણ જોષીના સાગરીતોની વેપારીએ રૂપિયા 1 લાખ આપતા વીડિયો ઉતારી લીધો હતો. જેમાં લિંબાયત પોલીસે પુરાવાના આધારે બંને સામે ગુનો દાખલ કર્યો છે.

દુકાનને તાળા મરાવી દેવાની ધમકી આપી એક લાખની ખંડણી માગી

દુકાનને તાળા મરાવી દેવાની ધમકી આપી એક લાખની ખંડણી માગી હોવાનો આક્ષેપ છે. તેમજ ખંડણી માંગતો શ્રવણ જોશી સાગરીત સાથે ઝડપાયો છે. તથા દુકાનને તાળા ન લગાવવા હોય તો મહીને 50 હજાર આપવા પડશે તેવી ધમકી આપી હતી. જેમાં ફરિયાદ થતા વધુ કાર્યવાહી લિંબાયત પોલીસે હાથ ધરી છે. સમગ્ર ઘટનામાં સુરતના લીંબાયત વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન ચલાવતા વેપારીને બદનામ કરવાની ધમકી આપી ખંડણી માંગવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. પોતાને આમ આદમી પાર્ટી (AAP) ના કાર્યકર તરીકે ઓળખાવતા શ્રવણ જોશી અને તેના સાગરીતો સામે લીંબાયત પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

Advertisement

Advertisement

Surat: સસ્તા અનાજની દુકાન ચલાવતા વેપારીએ પોલીસ ફરિયાદ કરી

લિંબાયત વિસ્તારમાં સરકારી સસ્તા અનાજની દુકાન ચલાવતા વેપારીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, શ્રવણ જોશી અને તેના સાગરીત સંપત ચૌધરીએ તેમની દુકાનમાં કાળાબજાર થતા હોવાના ખોટા આક્ષેપો કર્યા હતા. આ શખ્સોએ ગ્રાહકોને ઉશ્કેરીને દુકાનના વીડિયો બનાવ્યા હતા અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની તેમજ દુકાનનું લાયસન્સ રદ કરાવી દેવાની ધમકી આપી હતી. ફરિયાદ મુજબ, આરોપીઓએ દુકાન શાંતિથી ચલાવવા દેવા માટે વેપારી પાસે દર મહિને રૂપિયા 50,000 ના હપ્તાની અને એક વખત રૂપિયા 1 લાખ ની ખંડણી માંગી હતી. એવો પણ આક્ષેપ છે કે શ્રવણ જોશીએ તેના સાગરીત સંપત ચૌધરી મારફતે ગોડાદરા વિસ્તારમાં જાહેર રોડ પર 1 લાખની રોકડ રકમ પણ સ્વીકારી હતી.

સરકારી અનાજની દુકાનો ચલાવતા સંચાલકોમાં રોષ

વેપારીની ફરિયાદના આધારે લીંબાયત પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને શ્રવણ જોશી અને સંપત ચૌધરીની અટકાયત કરી લીધી છે. આ કેસમાં કુલ 3 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. શ્રવણ જોશી (પોતાને 'આપ' કાર્યકર ગણાવનાર), સંપત ચૌધરી અન્ય એક અજ્ઞાત શખ્સ સામેલ છે. તથા લીંબાયત પોલીસે હાલ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સરકારી અનાજની દુકાનો ચલાવતા સંચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: Gujarat: ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા 'અંડર-11 એથ્લેટિક્સ મીટ સીઝન 4.0'નું આયોજન

Tags :
Advertisement

.

×