Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : વરિયાવ બ્રિજ પરથી કોંગ્રેસ નેતાએ આપઘાતનો પ્રયાસ કર્યો

સમયસૂચક કાર્યવાહીથી તાપી નદીમાંથી રેસ્ક્યૂ કરી જીવ બચાવ્યો છે કોંગી નેતા નદીમાં કુદતા પહેલા શંકાસ્પદ ગતિવિધિ કેમેરામાં કેદ થઇ
surat   વરિયાવ બ્રિજ પરથી કોંગ્રેસ નેતાએ આપઘાતનો પ્રયાસ કર્યો
Advertisement
  • સમયસૂચક કાર્યવાહીથી તાપી નદીમાંથી રેસ્ક્યૂ કરી જીવ બચાવ્યો
  • કોંગી નેતા નદીમાં કુદતા પહેલા શંકાસ્પદ ગતિવિધિ કેમેરામાં કેદ
  • જાગૃત નાગરિકના વીડિયો અને જાણથી ફાયર બ્રિગેડ હરકતમાં

Surat : સુરતના વરિયાવ બ્રિજ પરથી કોંગસના નેતાએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. જેમાં કોંગી નેતા જીજ્ઞેશ મેવાસાએ તાપી નદીમાં ઝંપલાવ્યું છે. સમયસૂચક કાર્યવાહીથી તાપી નદીમાંથી રેસ્ક્યૂ કરી જીવ બચાવ્યો છે. કોંગી નેતા નદીમાં કુદતા પહેલા શંકાસ્પદ ગતિવિધિ કેમેરામાં કેદ થઇ હતી. જાગૃત નાગરિકના વીડીયો અને જાણથી ફાયર બ્રિગેડ હરકતમાં આવી હતી.

ફાયર વિભાગે અંધારામાં શોધખોળ કરીને પાણીમાંથી બહાર કાઢ્યા

ફાયર વિભાગે અંધારામાં શોધખોળ કરીને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. તેમજ 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે. ચાર વર્ષથી કેન્સરથી પીડાતા નેતાએ ડિપ્રેશનમાં આવી પગલું ભર્યું હતુ. તેથી સિંગણપોર પોલીસે કાઉન્સેલિંગ કરી પરિવારને સોપ્યા છે. તેમજ જીવ બચાવનાર નાગરિક અને ફાયર ટીમની પ્રશંસા કરવામાં આવી રહી છે.

Advertisement

રેસકયૂ કર્યા બાદ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી

જીજ્ઞેશ મેવાસાએ બ્રિજ પરથી પડતુ મૂકવાની ઘટનાને લઈને ત્યાં લોકોની ભીડ ભેગી થઈ હતી. ફાયરવિભાગ ઘટના સ્થળ પર પહોંચ્યા બાદ ત્યાં હાજર લોકોએ ફાયરની ટીમને જાણ કરી અને કઈ બાજુ હશે તે શોધવામાં મદદ કરી. રાત્રિનો સમય હોવાથી ફાયર ફાઈટરોને નદીમાં કૂદેલ જીજ્ઞેશ મેવાસાને શોધવામાં થોડો સમય લાગ્યો હતો. પરંતુ અંતે તેમની મહેનત ફળી યુવકને નદીમાં તણાતા બચાવી લેવાયા હતા. વેડ વરિયાવ બ્રિજ પરથી નદીમાં પડતૂ મૂકી આપઘાત કરનાર જીજ્ઞેશ મેવાસા માટે જાગૃત નાગરિક જીવન રક્ષક બન્યો છે. આ જાગૃત નાગરિકે ફાયર વિભાગને જાણ કરતા તેને સમયસર બચાવી લેવામાં આવ્યા છે. જો કે રેસકયૂ કર્યા બાદ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો: Rajkot TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપીઓના હવાતિયા, વધુ એક આરોપીએ ખખડાવ્યા સુપ્રીમ કોર્ટના દ્વાર

Tags :
Advertisement

.

×