Surat ના પાલનપુર નગરના સ્થાનિકોએ કોર્પોરેશનની ચૂંટણી સમયે જ રોડ પર કચરો ઠાલવી વિરોધ નોંધાવ્યો
- Surat ના પાલનપુરના પાર્શ્વનાથ નગરમાં રહીશોનો ભારે વિરોધ
- રસ્તા પર કચરો ઠાલવી રહીશોએ નોંધાવ્યો વિરોધ
- પાલિકા તંત્ર અને પૂર્વ કોર્પોરેટરો સામે રોષ
- ડોર-ટુ-ડોર કચરાની ગાડી અનિયમિત આવતી હોવાની ફરિયાદ
- કચરા ગાડીના કર્મચારીઓ દાદાગીરી કરતા હોવાનો આક્ષેપ
- પીવાનું પાણી પણ દુર્ગંધયુક્ત આવતું હોવાની રાવ
Surat : સુરતના ( surat ) પાલનપુર (palanpur)માં જનઆક્રોશ જોવા મળ્યો છે રસ્તા પર કચરો (westage) ઠાલવી રહીશોએ અનોખો વિરોધ નોંધાવ્યો છે. સુરતના પાલનપુર વિસ્તારમાં આવેલા પાર્શ્વનાથ નગરમાં ( parshvanathnagar) છેલ્લા ઘણા સમયથી ગંદકી અને કચરાના નિકાલની સમસ્યાથી સ્થાનિકો પરેશાન હતા. વારંવાર રજૂઆતો કરવા છતાં પણ જ્યારે પાલિકા તંત્રના બહેરા કાને અવાજ ન પહોંચ્યો, ત્યારે રહીશોએ રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે, અવાર-નવાર કોર્પોરેશનને પણ કચરા અને પાણીને લઈ રજૂઆતો કરી છે તેમ છત્તા કોઈ નિરાકરણ આવતું નથી.
વારંવારની રજૂઆત છતાં ઉકેલ ન આવતા લોકોમાં આક્રોશ
સ્થાનિકોનો આક્ષેપ છે કે, સોસાયટીની આસપાસ કચરાના ઢગલા ખડકાયેલા રહે છે, જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ અને રોગચાળાનો ભય વધી ગયો છે. આજે સવારે આક્રોશિત સ્થાનિકોએ સોસાયટીનો તમામ કચરો મુખ્ય રસ્તા પર ઠાલવી દીધો હતો અને રસ્તો જામ કરી દીધો હતો. સ્થાનિકોએ 'પાલિકા હાય હાય' ના નારા લગાવી તંત્ર પ્રત્યે પોતાનો રોષ ઠાલવ્યો હતો.
Surat ના પૂર્વ કોર્પોરેટરો સામે સ્થાનિકોની નારાજગી
માત્ર પાલિકા જ નહીં, પરંતુ રહીશોએ સ્થાનિક પૂર્વ કોર્પોરેટરો ( corporetor ) સામે પણ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. સ્થાનિકોનું કહેવું છે કે, ચૂંટણી સમયે મત માંગવા આવતા નેતાઓ અત્યારે સમસ્યા સાંભળવા પણ તૈયાર નથી. ગંદકીના નિકાલ માટે કોઈ કાયમી ઉકેલ ન આવતા રહીશોએ ચીમકી આપી છે કે જો વહેલી તકે સફાઈ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બનશે. હાલ સુરત કોર્પોરેશનમાં વહિવટદારનું શાસન ચાલી રહ્યું છે.
આ પણ વાંચો : Surat ના પનાસમાં ખાલી આવાસોમાં વેરાબિલ ફટકારાતા લોકોમાં રોષ


