Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : 15 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ આચરનારા નરાધમને કોર્ટે ફટકારી આકરી સજા

30 વર્ષીય આરોપીએ ધો. 10 માં અભ્યાસ કરતી 15 વર્ષીય કિશોરી પર બળાત્કાર ગુજાર્યું હતું.
surat   15 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ આચરનારા નરાધમને કોર્ટે ફટકારી આકરી સજા
Advertisement
  1. 15 વર્ષીય કિશોરી પર દુષ્કર્મ આચરનારા નરાધમને આકરી કેદની સજા (Surat)
  2. કોર્ટ તમામ દલીલો, પુરાવાનાં આધારે આરોપીને દોષી ઠેરવ્યો
  3. 30 વર્ષીય આરોપીને સુરત કોર્ટે 20 વર્ષ કેદની સજા ફટકારી

સુરત કોર્ટે (Surat Court) દુષ્કર્મનાં આરોપીને આકરી કેદની સજા સંભળાવી છે. 30 વર્ષનો આરોપી દોષી સાબિત થતાં કોર્ટે 20 વર્ષની કેદની સજા ફટકારી છે. આરોપીએ ધો. 10 માં અભ્યાસ કરતી 15 વર્ષીય કિશોરી પર બળાત્કાર ગુજારી જઘન્ય અપરાધ કર્યો હતો. તમામ દલીલો, પુરાવાનાં આધારે કોર્ટે આ સજા ફટકારી છે.

આ પણ વાંચો - Kheda : નડિયાદ-ડાકોર રોડ પર ગમખ્વાર અકસ્માત, સાડા 3 મહિનાની માસૂમ બાળકીનું મોત

Advertisement

15 વર્ષીય કિશોરી પર આચર્યું હતું દુષ્કર્મ

માહિતી અનુસાર, સુરતનાં (Surat) કતારગામ ખાતે ધો. 10 માં અભ્યાસ કરતી 15 વર્ષીય કિશોરી પર આરોપી તેજસ ઉર્ફે બટકો પટેલે બળાત્કાર ગુજાર્યું હતું. આ મામલે ફરિયાદ થતાં પોલીસે આરોપી તેજસની ધરપકડ કરી હતી. કોર્ટમાં કેસ ચાલી જતાં સુનાવણી દરમિયાન સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપીએ સગીરાની ઉંમર અંગે જાગૃત હોવા છતાં આ જઘન્ય ગુનો આચર્યો હતો. તમામ દલીલો, પુરાવાનાં આધારે કોર્ટે આરોપી તેજસ ઉર્ફે બટકો પટેલને દોષી ઠેરવ્યો હતો. સુરત કોર્ટે આ કેસમાં બળાત્કારનાં ગુનામાં દોષી નરાધમ 30 વર્ષીય તેજસ ઉર્ફે બટકો પટેલને 20 વર્ષની જેલની આકરી કેદની સજા ફટકારી છે.

Advertisement

આ પણ વાંચો - Rajkot : Waqf Board નાં નામે દુકાનો ખાલી કરાવવા મામલે BJP કાર્યકર સહિત 9 ની ધરપકડ

વડગામ પંથકમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનારાને 20 વર્ષની સજા

થોડા દિવસ પહેલા બનાસકાંઠા (Banaskantha) જિલ્લાનાં વડગામ પંથકમાં 10 વર્ષનાં કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર આરોપીને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી હતી. કોર્ટે આરોપીને 20 વર્ષની સજા સાથે રૂ. 50,000 નો દંડ પણ ફટકાર્યો હતો. શાળાએથી ઘરે જતાં કિશોર સાથે સમાજને શર્મસાર કરે એવી આ ઘટના બની હતી. આ મામલે વર્ષ 2020 માં વડગામ પોલીસ મથકે (Vadgam Police Station) આરોપી સામે ફરિયાદ નોંધાઈ હતી. વડગામ પોલીસે તમામ પુરાવા પાલનપુર સેશન્સ કોર્ટમાં રજૂ કર્યા હતા. જે આધારે કોર્ટે આરોપી ઈમ્તિયાઝ ખાન સુમરાને 20 વર્ષની સજા ફટકારી હતી.

આ પણ વાંચો - VADODARA : કાસમઆલા ગેંગના ગુંડા રિમાન્ડ પર, ખંડણી-મિલકત અંગે તપાસ શરૂ

Tags :
Advertisement

.

×