Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા,ચીખલીઘર ગેંગના બે આરોપીની કરી ધરપકડ

સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા ચીખલીગર ગેંગના બે આરોપીની કરી ધરપકડ આરોપી વિરુદ્ધ 17 જેટલા ગુના ભૂતકાળમાં નોંધાઈ ચૂક્યા Surat Crime Branch:વર્ષ 2017 ની સાલમાં વડોદરા (Vadodara)શહેરમાં સૌપ્રથમ ઇકો ગાડી ની ચોરી કર્યા બાદ વડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધારદાર...
સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા ચીખલીઘર ગેંગના બે આરોપીની કરી ધરપકડ
Advertisement
  • સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા
  • ચીખલીગર ગેંગના બે આરોપીની કરી ધરપકડ
  • આરોપી વિરુદ્ધ 17 જેટલા ગુના ભૂતકાળમાં નોંધાઈ ચૂક્યા

Surat Crime Branch:વર્ષ 2017 ની સાલમાં વડોદરા (Vadodara)શહેરમાં સૌપ્રથમ ઇકો ગાડી ની ચોરી કર્યા બાદ વડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધારદાર હથિયારો સાથે એક ઘરમાં પ્રવેશ કરી ઘરમાં સૂતેલા લોકોને બંધક બનાવી રૂપિયા નવ લાખના સોના ચાંદીના દાગીના અને રોકડા અઢી લાખ મળી 11,75,000 ની લૂંટ ની ( Loot)ઘટનાને અંજામ આપનારા કુખ્યાત ચીખલીગર ગેંગના બે આરોપીઓને સુરત ક્રાઈમ બ્રાન્ચે (Surat Crime Branch)ઝડપી પાડ્યા છે. આરોપીઓ રાત્રિ દરમિયાન ઘરોમાં ચોરી કરવા માટે ટેવાયેલા છે અને એક આરોપી વિરુદ્ધ 44 તો બીજા આરોપી વિરુદ્ધ 17 જેટલા ગુના ભૂતકાળમાં નોંધાઈ ચૂક્યા છે.

વડોદરા ખાતે 2017માં લૂંટ ઘટના  બની હતી

સુરત પોલીસ ગુના કરી ભાગતા હોય તેવા આરોપીઓને પકડવા માટેનું એક સ્પેશિયલ ડ્રાઇવ ચલાવી રહી છે. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓને માહિતી મળી હતી કે વડોદરા ખાતે 2017માં લૂંટની ઘટનામાં અંજામ આપ્યા બાદ મુંબઈ ખાતે ભાગી છૂટેલી ગેંગ થોડા દિવસ પહેલા જ સુરત ભેસ્તાન આવાસમાં રહેવા આવી છે.જે માહિતી મળતા આરોપી કે જે રાત્રિ દરમિયાન ચોરી કરવા માટે ટેવાયેલા છે ,આ બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે.વર્ષ 2017માં વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં સૌપ્રથમ એક ઇકો કારની ચોરી કર્યા બાદ શરીરે કાળા કલરના કપડા તથા માથા ઉપર કાળા કલરની ટોપી અને મોઢે કાળા કલરનું કપડું બાંધી કાળા ચશ્મા પહેરી હાથમાં તલવાર ચપ્પુ તથા લોક તોડવાનો લોખંડનું હથિયાર લઈ આજવા રોડ ઉપર નવજીવન સોસાયટીના મકાન ના દરવાજો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો.અહીં આવેલ મકાનમાં રહેલા લોકોને બંધક બનાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ઘરમાં રહેલા સોના ચાંદીના દાગીના મળી 9,25,000 તથા રોકડા ₹2,50,000 મળી 11,75,000 ની લૂંટ કરી નાસી ગયેલા હતા.

Advertisement

આ પણ  વાંચો -Surat: એક્સિસ બેંકના કર્મચારીઓ સાથે કરી હતી કરોડોની લૂંટ, પોલીસે આરોપીને દબોચ્યો

Advertisement

અગાઉ આરોપી  બંને આરોપીની ધરપકડ થઈ હતી

જે ગુનામાં અગાઉ આરોપી જશપાલ અને અજય મારવાડી પકડાઈ ગયેલા હતા.જોકે આ ગુનાના અન્ય બે આરોપી પોલીસ પકડથી દૂર હતા. તે સુરતમાં સંતાયા હોવાની માહિતી મળતા જ પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી તેમની પૂછપરછ શરૂ કરી હતી. પકડાયેલા આરોપીઓમાં આઝાદસિંહ ઉફે ઘનરેસીગ મધુસિંગ ટાંક અને અજયસિંગ ઉર્ફે મામુ ભુરાસિગ દૂધાણી સિકલીકર ની ધરપકડ કરી હતી.જે પોતે કરેલા ગુનાની કબુલાત કરી હતી.

આ પણ  વાંચો -Surat: હનીટ્રેપમાં ફસાવી લાખો રૂપિયા પડાવનાર ઝડપાયો

પોલીસ સ્ટેશનમાં 44 જેટલા ગુના

ઝડપાયેલા આરોપીઓમાં આઝાદ સિંગ વિરુદ્ધ સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 44 જેટલા ગુના દાખલ છે ..જ્યારે અજયસિંહ વિરુદ્ધ સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 17 જેટલા ગુના દાખલ થયેલા છે.આ બંને આરોપીઓ રાત્રિ દરમિયાન ચોરી કરવા માટે ટેવાયેલા છે.જે બંને ની ધરપકડ કરી આગળની કાર્યવાહી સુરત ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી છે.

અહેવાલ-રાકેશ ભ્રમભટ્ટ -સૂરત 

Tags :
Advertisement

.

×