Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Digital Arrest Fraud: 90 વર્ષના વૃદ્ધાને CBI-TRAI ના નામે ડરાવી ₹1.34 કરોડ પડાવનાર ઠગ સુરતથી પકડાયો!

Cyber Fraud India: કર્ણાટકના કોલારમાં 7 ડિસેમ્બર 2024ના રોજ 90 વર્ષીય વૃદ્ધાને TRAI અને CBI ના નકલી અધિકારીઓએ ફોન કરી, ગેરકાયદે પ્રવૃત્તિના નામે ડરાવીને 'ડિજિટલ એરેસ્ટ' કર્યા હતા. બેંક ખાતાની ચકાસણીના બહાને ઠગોએ ₹1.34 કરોડ પડાવી લીધા હતા. આ મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપીની સુરતથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
digital arrest fraud  90 વર્ષના વૃદ્ધાને cbi trai ના નામે ડરાવી ₹1 34 કરોડ પડાવનાર ઠગ સુરતથી પકડાયો
Advertisement

Cyber Crime Surat: દેશભરમાં ડિજિટલ અરેસ્ટ (Digital Arrest) ના નામે વરિષ્ઠ નાગરિકોને નિશાન બનાવતી ગેંગ સક્રિય છે, ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચે (Surat Crime Branch) એક મોટી સફળતા મેળવી છે. કર્ણાટકના (Karnataka) કોલારમાં (Kolar) એક 90 વર્ષીય વૃદ્ધાને ડિજિટલ એરેસ્ટ કરી તેમની પાસેથી ₹1.34 કરોડની માતબર રકમ પડાવી લેવાના મામલામાં સુરત ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપી સુરતમાં છુપાયો હોવાની ચોક્કસ માહિતીના આધારે પોલીસે આ ઓપરેશન પાર પાડ્યું હતું.

TRAI અને CBI ના બોગસ અધિકારી બનીને આપી હતી ધમકી

આ ચકચારી ઘટનાની વિગત એવી છે કે, ગત 7 ડિસેમ્બર 2024ના (7 December 2024) રોજ પીડિત વૃદ્ધા પર એક અજાણ્યો ફોન કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતાની ઓળખ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) ના વરિષ્ઠ અધિકારી તરીકે આપી હતી. ઠગે વૃદ્ધાને ડરાવતા કહ્યું હતું કે, "તમારા મોબાઈલ નંબર પરથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ રહી છે અને તમારા નામે એફઆઈઆર (FIR) નોંધવામાં આવી છે." વૃદ્ધા કશું સમજે તે પહેલા જ તેમને ડિજિટલ એરેસ્ટ કરી લેવામાં આવ્યા હોવાનું કહીને દબાણ ઊભું કરવામાં આવ્યું હતું.

Advertisement

બેંક ખાતાની ચકાસણીના નામે આચરી છેતરપિંડી

વૃદ્ધા સંપૂર્ણપણે ડરી ગયા બાદ આ સ્કેમમાં અન્ય એક શખ્સની એન્ટ્રી થઈ હતી, જેણે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ના ઉચ્ચ અધિકારી હોવાનો નાટક કર્યું હતું. આ નકલી સીબીઆઈ અધિકારીએ વૃદ્ધાને ધમકાવીને કહ્યું કે જો તેઓ કાયદાકીય કાર્યવાહીથી બચવા માંગતા હોય તો તેમના બેંક ખાતાની ચકાસણી કરવી પડશે. તપાસના બહાને ઠગોએ વૃદ્ધા પાસેથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરાવીને કુલ ₹1.34 કરોડ પડાવી લીધા હતા.

Advertisement

કર્ણાટક પોલીસની ફરિયાદના આધારે સુરતથી ધરપકડ

આ સમગ્ર મામલે કર્ણાટકના કોલાર પોલીસ સ્ટેશનમાં (Kolar Police Station) સત્તાવાર ગુનો નોંધાયો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે જાણવા મળ્યું હતું કે આ ગુનાનો મુખ્ય સૂત્રધાર ગુજરાતના સુરત (Surat) શહેરમાં છુપાયેલો છે. જેવી જ સુરત ક્રાઈમ બ્રાન્ચને આ અંગેની કડી મળી, તેઓએ તાત્કાલિક દરોડો પાડીને આરોપીને ઝડપી લીધો હતો. હાલ આરોપીની સઘન પૂછપરછ ચાલી રહી છે અને આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સામેલ છે તેની તપાસ થઈ રહી છે.

આ પણ વાંચો: Surat: ઈન્સ્ટાગ્રામ પર પ્રેમ.. પછી બ્લેકમેઈલિંગ અને આપઘાત! હચમચાવી દેતી ઘટના

Tags :
Advertisement

.

×