Surat: ઔરંગાબાદથી સુરત સુધીનું કનેક્શન! બાળકીને વેચવાનો મનસૂબો નાકામ
- Surat Child Trafficking: સુરતમાંથી બાળ તસ્કરીનું રેકેટ ઝડપાયું
- સુરત ક્રાઇમ બ્રાન્ચે અંજલિ મિશ્રાની ધરપકડ કરી
- આઠ દિવસના બાળકીનો કબ્જો ક્રાઇમ બ્રાન્ચે મેળવ્યો
Surat Child Trafficking:સુરત શહેરમાં ગુનાખોરી ડામવા માટે સતર્ક બનેલી પોલીસને એક મોટી સફળતા હાથ લાગી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે (Surat Crime Branch) એક એવા રેકેટનો પર્દાફાશ કર્યો છે. જે પરપ્રાંતમાંથી બાળકોની ચોરી કરી અહીં વેચવાનું કૌભાંડ ચલાવી રહ્યું હતું. આ ઓપરેશનમાં માત્ર આઠ દિવસની માસૂમ બાળકીને બચાવી લેવામાં આવી છે.
Surat Crime: શંકાસ્પદ હિલચાલ અને ધરપકડ
ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે કેટલીક મહિલાઓ નવજાત શિશુ સાથે શંકાસ્પદ હાલતમાં ફરી રહી છે. આ બાતમીના આધારે પોલીસે તપાસ આદરી અંજલિ મિશ્રા (Anjali Mishra) અને લક્ષ્મી સોનવણે (Laxmi Sonwane) નામની બે મહિલાઓની અટકાયત કરી હતી. જ્યારે તેમની પાસે રહેલી આઠ દિવસની બાળકી અંગે પૂછપરછ કરવામાં આવી, ત્યારે તેઓ કોઈ પણ પ્રકારના જન્મના પુરાવા કે કાયદેસરના દસ્તાવેજો રજૂ કરી શકી નહોતી.
Surat Child Trafficking: મહારાષ્ટ્રને મહારાષ્ટ્રમાંંથી ચોરી!
પોલીસની કડક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. પકડાયેલી બંને મહિલાઓ અગાઉ પડોશમાં રહેતી હતી અને તેમણે આ બાળકીની ચોરી મહારાષ્ટ્રના ઔરંગાબાદ (Aurangabad) શહેરથી કરી હોવાની કબૂલાત કરી છે. તેઓ બાળકીને સુરતમાં લાવી કોઈ નિસંતાન દંપતી અથવા બાળક ખરીદનારા તત્વોને વેચવાની ફિરાકમાં હતી.
આ પણ વાંચોઃ Junagadh: 6 મહિનાથી ગુમ વૃદ્ધાના કેસમાં ખળભળાટ! કૂવામાંથી મળેલા માનવ અવશેષો કોના?
બાળક વેચવાના પ્લાનનો પર્દાફાશ
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આરોપી મહિલાઓએ બાળકીને વેચવા માટે સુરતના બે-ત્રણ શંકાસ્પદ લોકો સાથે સંપર્ક પણ કર્યો હતો. જોકે, સોદો પાર પડે તે પહેલા જ ક્રાઇમ બ્રાન્ચે સમયસર દરોડો પાડી બંને મહિલાઓને ઝડપી લીધી હતી. આ રેકેટમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને અગાઉ કેટલા બાળકોની તસ્કરી કરવામાં આવી છે, તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
બાળકીને સુરક્ષિત આશ્રય અપાયો
ક્રાઇમ બ્રાન્ચે આઠ દિવસની બાળકીનો કબજો મેળવી તેને તાત્કાલિક સુરક્ષા પૂરી પાડી છે. હાલ આ માસૂમ બાળકીને ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (Child Welfare Committee - CWC) સેન્ટરમાં ખસેડવામાં આવી છે. પોલીસ હવે ઔરંગાબાદ પોલીસનો સંપર્ક કરી બાળકીના અસલી માતા-પિતાની શોધખોળ કરી રહી છે.
આ પણ વાંચોઃ હવે અભિપ્રાયથી બનશે Patidar Samaj નું પણ બંધારણ! જુઓ મથુરભાઈ સવાણીએ શું કહ્યું?


