Surat: ક્રાઈમ બ્રાંચની ટીમ પર મરોલીમાં હુમલો, સ્વબચાવમાં પોલીસે ફાયરિંગ કરતા આરોપી ઘાયલ
- Surat: કુખ્યાત સલમાન લસ્સીના પગમાં વાગી ગોળી
- હત્યા, ખંડણી સહિતના 15 ગુનામાં સંડોવાયેલો
- આરોપી હાલ સુરત નવી સિવિલમાં સારવાર હેઠળ
Surat: સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ પર મરોલીમાં હુમલો થયો છે. જેમાં સ્વબચાવમાં પોલીસે ફાયરિંગ કરતા આરોપી ઘાયલ થયો છે. તેમાં કુખ્યાત સલમાન લસ્સીના પગમાં ગોળી વાગી છે. જેમાં આરોપી હાલ સુરત નવી સિવિલમાં સારવાર હેઠળ છે. આરોપી હત્યા, ખંડણી સહિતના 15 ગુનામાં સંડોવાયેલો છે. તેથી બાતમીના આધારે ક્રાઈમબ્રાંચની ટીમ તેની ધરપકડ કરવા પહોંચી હતી. કારણ કે ડિંડોલી, લિંબાયત, ભેસ્તાનમાં સલમાનનો આતંક વધી ગયો હતો.
જાણો સમગ્ર ઘટના
સુરત શહેરના ડિંડોલી, લિંબાયત અને ભેસ્તાન જેવા વિસ્તારોમાં આતંક મચાવનાર અને હત્યા સહિત 15 જેટલા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ માથાભારે આરોપી સલમાન લસ્સીને આખરે સુરત ક્રાઇમબ્રાંચે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે. આરોપી સલમાન લસ્સી નવસારી જિલ્લાના ડાભેલ ગામમાં છુપાઈને રહેતો હતો, જ્યાં ક્રાઇમ બ્રાંચની ટીમ તેને પકડવા પહોંચી હતી. જોકે, ધરપકડથી બચવા સલમાન લસ્સીએ PI સોઢા પર ચપ્પુથી હુમલો કરતાં PIએ સ્વબચાવમાં ફાયરિંગ કરવું પડ્યું હતું. ગોળી સલમાન લસ્સીના પગના હાડકાને સ્પર્શ કરીને આરપાર નીકળી ગઈ હતી. હાલમાં આરોપીને સારવારમાં ખસેડી પોલીસે વધી તપાસ શરૂ કરી છે.
Surat Crime Branch ની ટીમ પર Maroli માં હુમલો | Gujarat First
સ્વબચાવમાં પોલીસે ફાયરિંગ કરતા આરોપી ઘાયલ
કુખ્યાત સલમાન લસ્સીના પગમાં વાગી ગોળી
હત્યા, ખંડણી સહિતના 15 ગુનામાં સંડોવાયેલો
આરોપી હાલ સુરત નવી સિવિલમાં સારવાર હેઠળ
બાતમીના આધારે ક્રાઈમબ્રાંચની ટીમ પહોંચી હતી
ડિંડોલી,… pic.twitter.com/Dk4TsHrQc3— Gujarat First (@GujaratFirst) November 6, 2025
Surat: પાંચ ટીમ સવારના 3 વાગ્યાએ ડાભેલ ગામમાં પહોંચી હતી
ક્રાઇમ બ્રાંચના પીઆઇ કિરણ મોદી અને પીઆઇ પી. કે. સોઢાની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, સુરતના ભેસ્તાનમાં 21 ઓક્ટોબરના થયેલી હત્યા અને અન્ય 15થી 17 ગુનાનો વોન્ટેડ આરોપી સલમાન લસ્સી નવસારીના ડાભેલ ગામના આશિયાના મહોલ્લામાં રહે છે. આ જાણ બાદ ક્રાઈમ બ્રાન્ચની 25 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓની પાંચ ટીમ સવારના 3 વાગ્યાએ ડાભેલ ગામમાં પહોંચી હતી. ક્રાઈમ બ્રાંચે સલમાન લસ્સી જે મકાનમાં છુપાયેલો હતો, તેની આસપાસના પાંચ મકાનોને ચારેબાજુથી કોર્ડન કરી દીધા, જેથી તે છત પરથી કૂદીને ભાગી ન શકે. એક ટીમ આગળના દરવાજા પર હતી, જ્યારે બીજી પાછળના ભાગે સંતાયેલી હતી.
સલમાન લસ્સી જે રૂમમાં છુપાયો હતો, તે રૂમ અંદરથી બંધ હતો
ક્રાઈમ બ્રાંચે આરોપી માટે ભાગી છૂટવાનો કોઈ રસ્તો બાકી રાખ્યો નહોતો. સલમાન લસ્સી જે રૂમમાં છુપાયો હતો, તે રૂમ અંદરથી બંધ હતો, પરંતુ તેને ખબર પડી ગઈ કે પોલીસ તેને પકડવા આવી ગઈ છે. ક્રાઈમ બ્રાંચે તેને આત્મસમર્પણ કરવા માટે કહ્યું, પરંતુ અંદર છુપાયેલો લસ્સી બહાર આવવા તૈયાર નહોતો. મકાનના આગળના ભાગમાં તેના પરિવારજનો હતા, જ્યારે પોતે પાછળના ખૂણામાં ભરાઈને બેઠો હતો. જેમાં ક્રાઈમ બ્રાંચના બંને પીઆઇને ચપ્પુ બતાવ્યું હતુ. આ દરમિયાન તેણે PI પી. કે. સોઢાને ચપ્પુ મારવાની કોશિશ કરી હતી અને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તેમાં પોતાના સ્વબચાવમાં તાત્કાલિક સર્વિસ રિવોલ્વરથી સલમાન લસ્સીના જમણા પગ પર ગોળી મારી દીધી હતી.
આ પણ વાંચો: Bihar Election 2025: બિહારમાં પ્રથમ તબક્કામાં 121 બેઠક પર મતદાન, જાણો ક્યા કેટલા ટકા મતદાન થયુ


