Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat: સગીર પાસેથી 100 ના દરની 51 જેટલી બનાવટી ચલણી નોટો મળી આવી, ક્યાથી આવી આ નકલી નોટો?

Surat: ડીંડોલી વિસ્તારમાંથી રૂપિયા 100 ના દરની બનાવટી ચલણી 51 જેટલી નોટો સાથે એક સગીરને સુરત એલસીબી ઝોન - 2 અને ડીંડોલી પોલીસે ઝડપી પાડ્યો
surat  સગીર પાસેથી 100 ના દરની 51 જેટલી બનાવટી ચલણી નોટો મળી આવી  ક્યાથી આવી આ નકલી નોટો
Advertisement
  1. સગીર વયના આરોપીને સુરત એલસીબીએ ઝડપી પાડ્યો
  2. ચાર દિવસ પહેલા જ આ સગીર સુરત આવ્યો હતો
  3. સગીર પાસેથી 100 રૂપિયાની કિંમતની 51 નકલી નોટો ઝડપાઈ

Surat: ડીંડોલી વિસ્તારમાંથી રૂપિયા 100 ના દરની બનાવટી ચલણી 51 જેટલી નોટો સાથે એક સગીર વયના આરોપીને સુરત એલસીબી ઝોન - 2 અને ડીંડોલી પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં, મુંબઈમાં મોલની અંદર રેક ફીટીંગનું કામ કરતો સગીર ચાર દિવસ પહેલા જ સુરત આવ્યો હતો. સુરતના ડીંડોલી વિસ્તારમાં બની રહેલા મોલમાં રેક ફીટીંગ માટે આવેલા સગીરને વોશરૂમની અભરાઈ પરથી આ બનાવટી ચલની નોટો મળી હોવાની કબુલાત પોલીસ સમક્ષ કરી છે. જોકે આ વાત પોલીસના ગળે ઉતરે તેમ નથી. ડીંડોલી આ નોટો વટાવવા જતા તે પોલીસના હાથે ઝડપાયો હતો. જેથી ડીંડોલી પોલીસે તમામ બનાવટી ચલની નોટો કબ્જે કરી પૂછપરછ હાથ ધરી છે.

એફએસએલની તપાસમાં તમામ નોટો બનાવટી હોવાનું સામે આવ્યું

ડીંડોલી પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, એલસીબી ઝોન 2 અને ડીંડોલી પોલીસનો સ્ટાફ પોલીસ મથક હટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન માહિતીના આધારે એક સગીર વયના કિશોરને ઝડપી પાડ્યો હતો. જેની તલાસી લેતા તેની પાસેથી 100 ના દરની 51 જેટલી બનાવટી ચલણી નોટો મળી આવી હતી. જે નોટોની ગુણવત્તા, સિક્યુરિટી થ્રેડ, વોટર માર્ક અને પ્રિન્ટિંગમાં મોટો તફાવત મળી આવ્યો હતો. એટલું જ નહીં પરંતુ તમામ નોટો પર એક જ સીરીયલની નંબર મળી આવતા એફએસએલની ટીમને જાણ કરવામાં આવી હતી. એફએસએલની તપાસમાં તમામ નોટો બનાવટી હોવાનું પુરવાર થતાં કિશોરને અટકાયતમાં લઈ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો: Bharuchમાં 15 દિવસ માટે ઘર રહેવા આપ્યું તો ભેજાબાજ મહિલાએ કરી લીધો કબ્જો

Advertisement

અન્ય ત્રણ જેટલા કારીગરો પણ મુંબઈથી સુરત આવ્યા હોવાનું જણાવ્યું

ડીંડોલી પોલીસ દ્વારા સગીરની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, પોતે મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે અને મુંબઈ ખાતે મોલમાં રેક ફીટીંગ નું કામકાજ કરે છે. ચાર દિવસ પહેલા જ તે પોતે ડીંડોલીમાં આવેલા રાજમહેલ મોલમાં રેટ ફીટીંગના કામ અર્થે આવ્યો હતો. જેની સાથે અન્ય ત્રણ જેટલા કારીગરો પણ મુંબઈથી સુરત આવ્યા હોવાની હકીકત જણાવી હતી. સગીરે પોલીસને જણાવ્યું હતું કે, તેણે આ બનાવટી ચલણી નોટો મોલના વોશરૂમની અભરાઈ પર રહેલી એક બ્લેક કલરની થેલીમાંથી મળી આવી હતી. જોકે કિશોરે કરેલી આ કબુલાત પોલીસના ગળે ઉતરે તેમ નથી. જેથી ડીંડોલી પોલીસ દ્વારા સગીર વયના આ કિશોરને અટકાયતમાં લઈ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: Gujarat: સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહીના પગલે સુરત પોલીસ ઊંઘતી ઝડપાઈ

કિશોર પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યો હોવાની આશંકા

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે, સગીર વયનો કિશોર પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યો હોવાની શંકા છે. બનાવટી ચલણી નોટો વટાવવામાં સગીર વયના કિશોરોનો ઉપયોગ કરાતો હોવાની પણ શંકા પોલીસને છે. જે નોટો વટાવવા માટે અન્ય આરોપીઓ દ્વારા સગીર વયના આરોપીને આપવામાં આવી હોવાની શક્યતાઓ રહેલી છે. જેથી પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી સગીરની અલગ અલગ રીતે પૂછપરછ કરી રહી છે. સગીર દ્વારા ડીંડોલીના પાનના ગલ્લા પર આ નોટ વટાવી હોવાનું સૂત્રો ઠકી જાણવા મળી રહ્યું છે. જે અંગે પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.પોલીસ તપાસમાં બનાવટી ચલની નોટોના આ કેસમાં આગામી દિવસોમાં નવો બણગો ફૂટે તો નવાઈ નહીં.

અહેવાલઃ રાકેશ બ્રહ્મભટ્ટ, સુરત

આ પણ વાંચો: Surat: BRTS રૂટ પર રિક્ષાચાલકની દાદાગીરી, BRTS બસના ચાલકને માર મારી બસમાં કરી તોડફોડ

Tags :
Advertisement

.

×