આરોપીઓ ShareChatની લિંક મોકલી છેતરતા
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ ShareChatની લિંક મોકલી લોકોને Reel View Task આપતા હતા. શરૂઆતમાં ટાસ્ક પૂર્ણ કરનાર વ્યક્તિના અલગ-અલગ બેન્ક એકાઉન્ટમાં રૂ.150 જમા કરવામાં આવતા હતા. આ રીતે ભોગ બનનારનો વિશ્વાસ કેળવ્યા બાદ તેને વધુ કમાણીની લાલચ આપવામાં આવતી હતી.ત્યારબાદ Telegram મારફતે બનાવટી Websiteની લિંક મોકલવામાં આવતી હતી. ભોગ બનનારને તેમાં ID બનાવડાવી Investment Task આપવામાં આવતો હતો. શરૂઆતમાં નાની રકમનું રોકાણ કરાવીને બાદમાં વધુ પૈસા રોકવા માટે પ્રેરિત કરવામાં આવતા હતા.
સુરતના એક ભોગ બનનાર પાસેથી 26.12 લાખની છેતરપિંડી
જ્યારે ભોગ બનનાર દ્વારા રોકાણ કરેલી રકમ પરત મેળવવા માટે Withdrawal Request કરવામાં આવી ત્યારે તેને ફગાવી દેવામાં આવી હતી. આ રીતે સુરતના એક ભોગ બનનાર પાસેથી કુલ ₹26.12 લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ સામે આવી છે.
3 ટકા કમિશનના બદલામાં પોતાનું બેન્ક અકાઉન્ટ ભાડે આપ્યું
તપાસમાં આરોપી આદિત્યએ ફરાર આરોપી આરીફને 3 ટકા કમિશનના બદલામાં પોતાનું બેન્ક અકાઉન્ટ ભાડે આપ્યું હોવાનું સામે આવ્યું છે. આ એકાઉન્ટમાં સાયબર ફ્રોડના ₹1.20 લાખ જમા થયા હતા. મહત્વનું છે કે, છેલ્લા બે વર્ષ દરમિયાન આ એકાઉન્ટમાંથી ₹51.31 લાખના વ્યવહારો મળી આવ્યા છે.વધુ તપાસમાં એક જ Bank Account સામે ચાર અલગ-અલગ Cyber Fraud ફરિયાદો નોંધાયેલી હોવાનું પણ સામે આવ્યું છે. સમગ્ર નેટવર્કમાં અન્ય આરોપીઓની સંડોવણી અને નાણાકીય વ્યવહારો અંગે Cyber Crime Cell દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Bhavesh Zhiliya Attack Case : સ્કોર્પિયોથી ટક્કર અને ફાયરિંગ કરનારા 6 આરોપીની LCBએ કરી ધરપકડ, જાણો સમગ્ર મામલો