સુરત હીરા બજારમાં 4.80 કરોડની ઠગાઈ, દુબઈથી નેપાળ થઈ સુરત આવતાં જ પોલીસે દબોચ્યો, દેશભરમાં નોંધાઈ છે 227 ફરિયાદો
Surat Cyber Crime: સુરત સાયબર ક્રાઇમ અને ઇકો સેલ દ્વારા કરોડોના કૌભાંડમાં વોન્ટેડ આરોપી નીતિન ઉર્ફે કાનોને ઝડપી લેવાયો છે. તેણે બેન્ક મેનેજર સાથે મળી 42.28 લાખનું ફ્રોડ અને વેપારીઓ સાથે 4.80 કરોડની હીરા છેતરપિંડી આચરી હતી. આ ગેંગ વિરુદ્ધ દેશભરમાં 227 ફરિયાદો નોંધાઈ છે.
Advertisement
Diamond Fraud Surat: સુરત (Surat) શહેરમાં સાયબર ક્રાઇમ અને આર્થિક ગુના નિવારણ શાખા એટલે કે ઇકો સેલને એક મોટી સફળતા સાંપડી છે. બેન્ક મેનેજર (Bank Manager) સાથે મળીને લાખો રૂપિયાનું સાયબર ફ્રોડ આચરનાર અને હીરાના વેપારીઓને કરોડો રૂપિયાનો ચૂનો લગાવનાર કુખ્યાત આરોપી નીતિન ઉર્ફે કાનોની ધરપકડ કરવામાં આવી છે. આરોપી લાંબા સમયથી વિદેશમાં ફરાર હતો અને સુરત પરત ફરતાં જ પોલીસે તેને ઝડપી પાડ્યો છે.

