Surat : 80 વર્ષીય વૃદ્ધ સાસુ પર વહુની ક્રૂરતા, Video જોઈ રૂવાંડા ઊભા થઈ જશે!
- Surat નાં પુણાની માતૃશક્તિ સોસાયટીની ઘટના
- સાસુ પર વહુનાં અત્યાચારનો વીડિયો વાઇરલ
- 80 વર્ષીય વૃદ્ધાને ઢસડીને બેરહેમીથી માર માર્યો
- જાગૃત નાગરિકે વીડિયો બનાવીને વાઇરલ કર્યો
સુરતમાંથી (Surat) સાસુ વહુનાં સંબંધોને લજવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વીડિયોમાં 80 વર્ષીય વૃદ્ધ સાસુ પ્રત્યે વહુની ક્રૂરતા નજરે પડે છે. વહુ વૃદ્ધ સાસુને લાત, લાફા મારી ઢસડતા નજરે પડે છે. એક જાગૃત નાગરિક દ્વારા આ ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાઇરલ કરતા મહિલા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટે પુણા પોલીસને (Puna Police) સાથે રાખી કાર્યવાહી કરી છે અને વૃદ્ધાને વૃદ્ધાશ્રમ લઈ જવાની તૈયારી આદરી છે.
આ પણ વાંચો - Gujarat-‘પરવાહ’ થીમ સાથે રાજ્યવ્યાપી ‘માર્ગ સલામતી કેમ્પેન-૨૦૨૫’
Surat માં 80 વર્ષીય વૃદ્ધા પર વહુએ વર્તાવ્યો ભારે કહેર, વિડીયો થયો વાયરલ | GujaratFirst#Surat #SuratNews #ViralVideo #DomesticViolence #SocialAwareness #gujaratfirst pic.twitter.com/1AhBV1YQkM
— Gujarat First (@GujaratFirst) January 16, 2025
સાસુ પર વહુનાં અત્યાચારનો વીડિયો વાઇરલ
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતનાં (Surat) પુણાની માતૃશક્તિ સોસાયટીનાં એક ઘરમાં વહુ દ્વારા 80 વર્ષીય વૃદ્ધ સાસુ પર અત્યાયાર ગુજાર્યાની હચમચાવતી ઘટના સામે આવી છે. આ ઘટનાનો એક જાગૃત નાગરિકે વીડિયો બનાવીને મહિલા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ (Mahila Vikas Charitable Trust) અને વુમન ઇમ્પ્રૂવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટને (Women Improvement Charitable Trust) માહિતી આપી હતી. વાઇરલ વીડિયોમાં 80 વર્ષીય વૃદ્ધ સાસુને વહુ ક્રૂરતાપૂર્વક ઢસડતા અને લાત, લાફા મારતા નજરે પડે છે. ઘરનાં પેસેજમાં વૃદ્ધ સાસુને ઘસડી ઘસડીને માર મારતા વહુનાં અત્યાચારનો વીડિયો જોઈ લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. આ મામલે ટ્રસ્ટનાં હોદ્દેદાર શીતલબેન ભડિયાદરા અને ચેતનાબેન સાવલિયાએ પુણા પોલીસને જાણ કરી હતી.
આ પણ વાંચો - વડનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah એ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું, કહ્યું- દુનિયાભરમાં આવું મ્યુઝિયમ..!
વૃદ્ધાને વૃદ્ધાશ્રમ લઈ જવાની કાર્યવાહી હાથ ધરાઈ
પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર વૃદ્ધ સાસુ પર અત્યાચાર ગુજારતી વહુની ઓળખ સરસ્વતી શેલડિયા તરીકે થઈ છે. જ્યારે 80 વર્ષીય વૃદ્ધ સાસુની ઓળખ શાંતાબેન શેલડિયા તરીકે થઈ છે. પુણા પોલીસને (Puna Police) સાથે રાખી વૃદ્ધાને વૃદ્ધાશ્રમ લઈ જવા તજવીજ હાથ ધરી છે. જ્યારે વૃદ્ધાનાં પૌત્ર હિરેનભાઈ શેલડિયાએ વૃદ્ધાને લઈ જવા મનાઈ કરી હતી. આ મામલે ટ્રસ્ટ અને પોલીસ દ્વારા કાર્યવાહી કરી વૃદ્ધાને મુક્ત કરવામાં આવશે એવી માહિતી છે.
આ પણ વાંચો - VADODARA : વાસી ઉત્તરાયણે પતંગની દોરીએ જીવનનો પેચ કપાયો