Kon Banshe Gujarat No Genius: 'ગુજરાત ફર્સ્ટ' દ્વારા શરૂ કરવામાં આવેલા જ્ઞાનના આ મહાકુંભમાં રાજ્યભરમાંથી હજારો સ્પર્ધકો જોડાઈ રહ્યા છે. આ સ્પર્ધાત્મક માહોલમાં સુરતના સામાન્ય પરિવારમાંથી આવતા દીપ ખૂંટે પોતાની મહેનત અને લગનથી અસાધારણ પ્રતિભા બતાવી છે.
Kon Banshe Gujarat No Genius' ના ડિજિટલ દંગલમાં સુરતના દીપ ખૂંટે મારી બાજી
દીપ ખૂંટની આ સફળતા પાછળનું રહસ્ય તેમનો નિયમિત અભ્યાસ છે. ધોરણ 10 માં અભ્યાસ કરતા હોવા છતાં, દીપ પોતાના શાળાના અભ્યાસ ઉપરાંત દરરોજ 3 કલાક સામાન્ય જ્ઞાનનું વાંચન કરે છે. આ મહેનતનું જ પરિણામ છે કે તેમણે પ્રથમ રાઉન્ડ 'ડિજિટલ દંગલ' અત્યંત સફળતાપૂર્વક પાર કર્યો છે. દીપની આ સિદ્ધિથી તેમના પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે અને તેમની માતા દક્ષાબહેન ખૂંટે પુત્રની સફળતા પર ગર્વની લાગણી વ્યક્ત કરી હતી.
ટીમ દ્વારા સન્માન અને આગળની તૈયારી
દીપ ખૂંટની આ ભવ્ય જીત બાદ 'ગુજરાત ફર્સ્ટ'ની ટીમે તેમના ઘરે પહોંચીને તેમને પ્રથમ રાઉન્ડ પાસ કર્યાનું સર્ટિફિકેટ એનાયત કર્યું હતું. પરિવારજનોએ મોં મીઠું કરાવીને આ ખુશીની ઉજવણી કરી હતી. દીપ ખૂંટ હવે આ શોના આગામી 'બઝર બુલેટ રાઉન્ડ'માં પ્રવેશ કરી ચૂક્યા છે.
તમારી પાસે પણ છે તક
તમે પણ જો દીપ ખૂંટની જેમ ગુજરાતનો જીનિયસ બનવા માંગતા હોવ, તો હજુ પણ તમારી પાસે તક છે! 9925125133 નંબર પર WhatsApp માં 'HI' મેસેજ કરો. અથવા QR કોડ સ્કેન કરીને આજે જ રજીસ્ટ્રેશન કરો.
જીતો સ્માર્ટ વૉચ, મોબાઈલ, લેપટોપ અને દેશ વિદેશની ટૂર !
વિજેતાઓ માટે Smartwatch,Smartphone,Laptop અને દેશ-વિદેશની ટૂર જેવા ભવ્ય ઈનામો રાખવામાં આવ્યા છે. તો રાહ શેની જુઓ છો? આજે જ રજીસ્ટ્રેશન કરો અને સાબિત કરો કે તમે પણ બની શકો છો ગુજરાતના જીનિયસ!
આ પણ વાંચો: Gujarat Mega Quiz Contest: માત્ર ફરિયાદ નહીં, જ્ઞાનથી બદલાવ લાવો! શું તમે ગુજરાતના જીનિયસ બનવા તૈયાર છો?