Surat: સ્કૂલ બસ પાણીની કુંડી સાથે અથડાઈ, ડ્રાઈવર બસ મૂકીને ફરાર થયો, પછી...!
- કીમ નજીક આવેલી ધનવંતરી સ્કૂલ બસની બ્રેક ફેલ થઈ
- બસમાં 30થી વધુ વિદ્યાર્થીઓ હતા સવાર
- બીજો અકસ્માત કતારગામ વિસ્તારમાં બન્યો
- જેમાં રોંગમાં આવતા બાઈક ચાલકને બચાવવા જતા મળ્યું મોત
Surat Accident: દક્ષિણ ગુજરાતના સુરત (Surat) જિલ્લામાં આજે બે ગંભીર અકસ્માતો બન્યા છે એક તરફ કીમ નજીક સ્કૂલ બસની બ્રેક ફેલ થતા મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી, તો બીજી તરફ કતારગામ વિસ્તારમાં રોંગ સાઈડમાં આવતા વાહનને બચાવવા જતાં એક આશાસ્પદ યુવાન રત્નકલાકાર અને કારખાનેદારે જીવ ગુમાવ્યો છે. આ બંને ઘટનાઓએ સુરતવાસીઓને હચમચાવી દીધા છે.
મોટી નરોલી પાસે સ્કૂલ બસની બ્રેક ફેલ
સુરતના કીમ નજીક આવેલી ધનવંતરી સ્કૂલની બસ (Dhanvantari School Bus) શુક્રવારે સવારે વિદ્યાર્થીઓને લઈને શાળાએ જઈ રહી હતી. જ્યારે બસ મોટી નરોલી ગામ (Moti Naroli village) પાસેથી પસાર થઈ હાઈવે પર ચડી રહી હતી, ત્યારે અચાનક બસની બ્રેક ફેલ (Bus brake fail) થઈ ગઈ હતી. ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ અનિયંત્રિત બની હતી. બસમાં સવાર 30થી વધુ માસૂમ વિદ્યાર્થીઓ (Students) ના જીવ જોખમમાં મુકાયા હતા અને બાળકોએ ડરના માર્યા ચીસાચીસ કરી મૂકી હતી.
Surat: સુરતના મોટી નરોલી ગામ પાસે સ્કૂલ બસની બ્રેક ફેલ | Gujarat First
કીમ નજીક આવેલ ધનવંતરી સ્કૂલ બસની બ્રેક ફેલ થઈ
બસ હાઈવે પર ચડી રહી હતી તે દરમિયાન બ્રેક ન લાગી
નજીકની એક કુંડી સાથે અથડાઈ બસ ઉભી થઈ ગઈ
ધનવંતરી સ્કૂલની બસમાં 30થી વધુ વિદ્યાર્થીઓ હતા સવાર
વિદ્યાર્થીઓની… pic.twitter.com/DTESlejAuq— Gujarat First (@GujaratFirst) January 9, 2026
આસપાસના ગ્રામજનો તાત્કાલિક મદદે દોડી આવ્યા
વિદ્યાર્થીઓની બૂમો સાંભળીને આસપાસના ગ્રામજનો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. સદનસીબે, બસ હાઈવે પર ચઢે તે પહેલા જ નજીકની એક પાણીની કુંડી સાથે અથડાઈને ઉભી રહી ગઈ હતી. આ અથડામણને કારણે કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ બાળકો ભારે ગભરાઈ ગયા હતા. ગ્રામજનોના ગુસ્સાનો ભોગ બનવાના ડરથી બસ ચાલક ઘટનાસ્થળે જ બસ મૂકીને ફરાર થઈ ગયો હતો. બાદમાં તમામ બાળકોને અન્ય વાહનો દ્વારા સુરક્ષિત રીતે શાળાએ પહોંચાડવામાં આવ્યા હતા.
Surat Accident: હીરાના કારખાનેદારે જીવ ગુમાવ્યો
બીજો એક અકસ્માત કતારગામ વિસ્તાર(katargam Area) માં થયો છે. શહેરના ઉત્રાણ VIP રોડ પર સિલ્વર લક્ઝરિયામાં રહેતા 29 વર્ષીય નિકુંજભાઈ સુભાષભાઈ સવાણી (Nikunjbhai Subhashbhai Savani) શુક્રવારની સવારે પોતાના મિત્ર કેતનભાઈ સાથે બાઈક પર શરીન મશીન રિપેરિંગના કામે નીકળ્યા હતા. ફૂલપાડાથી રત્નમાલા રોડ પર 'ખાટુંશ્યામ ડિઝાઇનર'ની દુકાન પાસે પહોંચતા જ એક અજાણ્યો બાઈક ચાલક પૂરઝડપે રોંગ સાઈડમાં સામે આવ્યો હતો.
સિટી બસનું પાછળનું ટાયર નિકુંજભાઈ ફરીવળ્યું
રોંગ સાઈડમાં આવતા વાહન સાથેની ટક્કર ટાળવા જતાં નિકુંજભાઈની બાઈક સ્લીપ થઈ ગઈ હતી અને બંને મિત્રો રોડ પર પટકાયા હતા. આ દરમિયાન, બાજુમાંથી પસાર થઈ રહેલી સિટી બસનું પાછળનું ટાયર નિકુંજભાઈના શરીર પર ફરી વળ્યું હતું. ગંભીર રીતે ઘાયલ નિકુંજભાઈને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. 29 વર્ષીય આશાસ્પદ પુત્રના મોતથી સવાણી પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ છે, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Surat: ઉભા વાંસ પર મહિલા ચઢી ગઈ! સિવિલ હોસ્પિટલમાં બની ઘટના


