Surat : 21 વેપારીઓ પાસેથી 8.20 કરોડનાં હીરા ખરીદ્યા, પછી કર્યું ઉઠામણું! એકની ધરપકડ
- Surat માં હીરા વેપારીઓ સાથે ઠગાઈ કરનાર કંપનીના માલિકની ધરપકડ
- 21 હીરાના વેપારીઓ જોડે રૂ. 8.20 કરોડની ઠગાઈ કરી
- બે કંપનીનાં માલિકોએ કરોડોનું ઉઠામણું કર્યું, અન્ય આરોપી હાલ ફરાર
- વેપારીઓ પાસેથી માલની ખરીદી કરી પૈસા આપ્યા ન હતા
સુરતમાં (Surat) 21 હીરા વેપારીઓ પાસેથી રૂપિયા 8.20 કરોડનાં હીરાની છેતરપિંડી કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. વેપારીઓ પાસેથી કરોડો રૂપિયાનાં હીરાની ખરાદી કર્યા બાદ ઉઠામણું કર્યું હોવાનો મહંત ડાયમંડ એલ.એલ.પી અને રસેશ જવેલર્સ એલએલપી કંપની સામે આરોપ થયો છે. ભોગ બનનાર વેપારીઓએ ઈકોસેલમાં ફરિયાદ કરી હતી. પોલીસે તપાસ હાથ ધરી કંપનીનાં માલિક કૌશિક કાકડિયાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. અન્ય આરોપી હાલ ફરાર છે.
આ પણ વાંચો - Bharuch : જાણો કેમ સાંસદ મનસુખ વસાવાએ અધિકારીઓને અચાનક દોડતા કર્યા?
21 વેપારીઓ પાસેથી 8.20 કરોડોનાં નેચરલ હીરાનો માલ ખરીદ્યો હતો
પ્રાપ્ત અહેવાલ અનુસાર, સુરતમાં (Surat) મહંત ડાયમંડ એલ.એલ.પી (Mahant Diamond LLP) અને રસેશ જ્વેલર્સ એલએલપી (Rasesh Jewellers LLP) કંપની દ્વારા હીરા બજારનાં 21 વેપારીઓ પાસેથી રૂપિયા 8.20 કરોડોનાં નેચરલ હીરાનાં માલની ખરીદી કરી હતી. ત્યાર બાદ બંને કંપનીનાં માલિકો દ્વારા ખરીદી કરેલા માલની ચુકવણી ન કરી ઉઠામણું કરી ફરાર થયા હતા. આ મામલે બોગ બનનારા હીરા વેપારીઓ દ્વારા ઇકોસેલમાં (Ecocell) ફરિયાદ કરવામાં આવી હતી. વેપારીઓની ફરિયાદના આધારે આર્થિક ગુના નિવારણ શાખા ઇકો સેલ અને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી.
આ પણ વાંચો - Porbandar : હિરલબા જાડેજા વિરુદ્ધ વધુ એક કેસ, લાખોની છેતરપિંડીનો ગંભીર આરોપ!
પોલીસે કંપનીનાં માલિકની ધરપકડ કરી, અન્ય હાલ પણ ફરાર
માહિતી અનુસાર, આ કેસમાં બંને કંપનીનાં માલિક જિતેન્દ્ર ધનજી કાસોદરિયા, રોનક ધોળિયા સહિત કૌશિક અમૃતલાલ કાકડિયાનાં નામ ફરિયાદમાં સામેલ છે. પોલીસે કંપનીનાં માલિક કૌશિક અમૃતલાલ કાકડિયાની હાલ ધરપકડ કરી છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓની પણ જલદી ધરપકડ કરવા પોલીસે તપાસ તેજ કરી છે.
આ પણ વાંચો - Tiranga Yatra : ગાંધીનગર, સુરત અને રાજકોટમાં વિશાળ જનમેદની સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ