Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat માં વેપારીની જાહેરમાં હત્યા, પિતાને બચાવવા જતા પુત્રો પણ ઇજાગ્રસ્ત

સુરતના ડીંડોલી વિસ્તારમાં ભેસ્તાન ગોલ્ડન આવાસ પાસે અસામાજિક તત્વોએ દાદાગીરી કરી 58 વર્ષીય પ્લાસ્ટિક વેપારી ઝાકીરભાઇની ચપ્પુના ઘા ઝીંકી જાહેરમાં હત્યા કરી છે. પિતાને બચાવવા ગયેલા પુત્રો પર પણ હુમલો થયો હતો. આ ક્રૂર ઘટનાથી સ્થાનિકોમાં ભારે રોષ છે, જ્યારે પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ તેજ બનાવી છે.
surat માં વેપારીની જાહેરમાં હત્યા  પિતાને બચાવવા જતા પુત્રો પણ ઇજાગ્રસ્ત
Advertisement
  • Surat માં વધુ એક હત્યાની ઘટના સામે આવી
  • ડીંડોલીના ભેસ્તાન ગોલ્ડન આવાસ પાસે બની ઘટના
  • પ્લાસ્ટિકના વેપારી પર જીવલેણ હુમલો કરાયો

Surat Murder Case: સુરતના ડીંડોલી (Dindoli) વિસ્તારમાં આવેલા ભેસ્તાન ગોલ્ડન આવાસ પાસે હત્યાની (Murder) એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીં એક પ્લાસ્ટિકના વેપારી પર અસામાજિક તત્વોએ જીવલેણ હુમલો (Deadly Attack) કર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, દુકાને આવી દાદાગીરી કરતા શખ્સોએ આ હિંસક કૃત્યને અંજામ આપ્યો હતો.

SURAT MURDER CASE_GujaratFirst

Advertisement

બચાવવા પડેલા પુત્રો પણ લોહીલુહાણ

આ હુમલામાં 58 વર્ષીય વેપારી ઝાકીરભાઇ પર ચપ્પુના (Knife) ઘા ઝીંકી તેમની નિર્મમ હત્યા કરવામાં આવી છે. પિતાને બચાવવા માટે વચ્ચે પડેલા તેમના પુત્રો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેઓ ઇજાગ્રસ્ત થયા છે. જાહેરમાં થયેલી આ લોહિયાળ ઘટનાને (Violent Event) કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ (Public Outrage) જોવા મળી રહ્યો છે. ગુનેગારોના મનમાં કાયદાનો કોઈ ડર ન હોય તેમ ખુલ્લેઆમ આ હત્યા કરવામાં આવી છે.

Advertisement

Surat murder case_GujaratFirst 11

પોલીસ તપાસ તેજ

ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સતત વધી રહેલી ગુનાહિત ઘટનાઓના પગલે સ્થાનિક લોકોએ પોલીસની કામગીરી સામે પણ નારાજગી વ્યક્ત કરી છે. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને સીસીટીવી ફૂટેજ (CCTV Footage) ચકાસવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Bhavnagar ACB નો સપાટો: વંડા પોલીસ સ્ટેશનના 2 હેડ કોન્સ્ટેબલને પકડ્યા, આ કામ માટે માગી હતી લાંચ

Tags :
Advertisement

.

×