Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat District માં ભાજપની સુનામી: વિરોધીઓનો સંપૂર્ણ સફાયો! ભાજપનો દબદબો!

Election Analysis: સુરત જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. જિલ્લા પંચાયતની 36 માંથી 35 બેઠકો, 204 તાલુકા પંચાયત બેઠકોમાંથી 176 અને ચાર નગરપાલિકાઓની 116 માંથી 103 બેઠકો જીતીને ભાજપે સમગ્ર જિલ્લામાં કેસરી લહેર ફેલાવી દીધી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો દેખાવ અત્યંત નબળો રહ્યો છે, જે દર્શાવે છે કે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ભાજપનો પાયો અત્યંત મજબૂત છે.
surat district માં ભાજપની સુનામી  વિરોધીઓનો સંપૂર્ણ સફાયો  ભાજપનો દબદબો
Advertisement

Surat District માં ભાજપની રફ્તાર સામે વિરોધીઓ બેહાલ!
સુરત જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ અકબંધ
સુરત જિલ્લા પંચાયતની કુલ 36 બેઠકોમાંથી 35 બેઠકો પર ભાજપે ભવ્ય વિજય
સુરત જિલ્લા પંચાયતથી નગરપાલિકા સુધી ભાજપનો એકહથ્થુ જાદુ
તાલુકા પંચાયતની કુલ 204 બેઠકોમાંથી 176 બેઠકો ભાજપે કબ્જે કરી

Surat District Panchayat Results: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે સુરત (Surat) જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party - BJP)નું વર્ચસ્વ અકબંધ છે. સુરત જિલ્લા પંચાયત (Surat District Panchayat) થી લઈને તાલુકા પંચાયતો (Taluka Panchayats) અને નગરપાલિકાઓ (Municipalities) સુધી ભાજપે જબરદસ્ત પ્રદર્શન કરી વિરોધ પક્ષોને લગભગ મેદાનની બહાર કરી દીધા છે.

Advertisement

જિલ્લા પંચાયતમાં ભાજપનો દબદબો

સુરત જિલ્લા પંચાયતની કુલ 36 બેઠકોમાંથી 35 બેઠકો પર ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે, જ્યારે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party - AAP) ના ખાતામાં માત્ર 01 બેઠક આવી છે. આ પરિણામ ભાજપની મજબૂત સંગઠનાત્મક શક્તિ દર્શાવે છે.

Advertisement

આ પણ વાંચો:  Gujarat Election Results: ગુજરાતમાં ખીલ્યું કમળ: નકારાત્મક રાજનીતિને ગુજરાતની જનતાએ જાકારો આપ્યો!

તાલુકા પંચાયતોમાં કેસરી લહેર

તાલુકા પંચાયતોના પરિણામો પર નજર કરીએ તો, કુલ 204 બેઠકોમાંથી 176 બેઠકો ભાજપે કબ્જે કરી છે. ઓલપાડ (Olpad) તાલુકા પંચાયતની તમામ 24 બેઠકો ભાજપને મળી છે, જ્યારે પલસાણા (Palsana) તાલુકામાં પણ ભાજપે 16માંથી 16 બેઠકો જીતી ક્લીન સ્વીપ કર્યું છે. બારડોલી (Bardoli) તાલુકામાં 21 બેઠકો મેળવી ભાજપે પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. અન્ય તાલુકાઓ જેવા કે ચોર્યાસી (Choryasi), કામરેજ (Kamrej), માંગરોળ (Mangrol), ઉમરપાડા (Umarpada), માંડવી (Mandvi), અરેઠ (Areth), મહુવા (Mahuwa) અને અંબિકા (Ambika)માં પણ ભાજપનો દબદબો સ્પષ્ટ દેખાઈ આવે છે. વિરોધ પક્ષોમાં કોંગ્રેસ (Congress) કેટલીક બેઠકો સુધી સીમિત રહી, જ્યારે આમ આદમી પાર્ટી (AAP)ને કેટલીક જગ્યાએ નજીવી સફળતા મળી છે.

નગરપાલિકાઓમાં પણ ભાજપનું વર્ચસ્વ

સુરત જિલ્લાની ચાર મુખ્ય નગરપાલિકાઓની કુલ 116 બેઠકોમાંથી 103 બેઠકો ભાજપે જીતી લીધી છે. બારડોલી નગરપાલિકા (Bardoli Municipality) માં 32, કડોદરા (Kadodara) માં 25, માંડવી (Mandvi) માં 22 અને તરસાડી (Tarsadi) નગરપાલિકા (Tarsadi Municipality) માં 24 બેઠકો સાથે ભાજપે સત્તાની લગામ મજબૂતીથી પોતાના હાથમાં રાખી છે. કડોદરામાં અપક્ષ (Independent) ઉમેદવારોએ 3 બેઠકો મેળવીને થોડી ચર્ચા જગાવી હતી, પરંતુ એકંદરે આ ચૂંટણી પરિણામો ભાજપ માટે એકતરફી સાબિત થયા છે. આ પરિણામો આગામી સમયમાં ભાજપના કાર્યકર્તાઓ માટે ઉત્સાહ વધારનારા બની રહેશે.

આ પણ વાંચો: Gujarat District Panchayat Election Results: ભાજપનું ભવ્ય પ્રદર્શન, 34 માંથી 33 બેઠકો પર ભગવો લહેરાયો

Tags :
Advertisement

.

×