Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat : લાલગેટ પોલીસે 96.460 મિલિગ્રામ ડ્રગ્સ સાથે એક શખ્સની કરી ધરપકડ, વધુ તપાસ શરૂ

Surat શહેરમાં અવાર-નવાર ડ્રગ્સ ઝડપાતું હોય છે. ત્યારે ફરી એકવાર લાલગેટ પોલીસે ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી છે, લાલગેટ વિસ્તારમાં આરોપી ડ્રગ્સ લઈને જઈ રહ્યો હતો અને પોલીસે બાતમીના આધારે તપાસ કરતા તેની પાસેથી ડ્રગ્સ મળી આવ્યું હતુ. સમગ્ર ઘટનામાં નાર્કોટિકસ એકટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને તપાસનો ધમધાટ કરાયો છે.
surat   લાલગેટ પોલીસે 96 460 મિલિગ્રામ ડ્રગ્સ સાથે એક શખ્સની કરી ધરપકડ  વધુ તપાસ શરૂ
Advertisement
  • Surat શહેરમાં ઝડપાયું ડ્રગ્સ
  • લાલગેટ પોલીસે ઝડપી પાડ્યું એમડી ડ્રગ્સ
  • ચોકબજાર વિસ્તારમાંથી ફાહેજખાન પઠાણની ધરપકડ
  • આરોપી પાસેથી 96.460 મિલિગ્રામ ડ્રગ્સ જપ્ત
  • ડ્રગ્સની બજાર કિંમત 2.89 લાખ રૂપિયા

Surat :  શહેરના લાલગેટ પોલીસે (lalgate police) ચોકબજાર (chockbazar) વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ (md drugs) સાથે એક શખ્સની ધરપકડ કરી છે, પોલીસે મોપેડ અને મોબાઈલ જપ્ત કરીને કુલ 3.54 લાખનો મુદ્દામાલ બતાવ્યો છે, તો આ કેસમાં એક અભિ સંજયસિંગ નામના શખ્સને ફરાર બતાવ્યો છે. ડ્રગ્સ સુરતમાં ક્યાં ક્યાં સપ્લાય કરતો અને કેટલા સમયથી ડ્રગ્સ બદી સાથે સંકળાયેલો છે તેની તપાસ પોલીસ કરી રહી છે. આ કેસમાં વધુ ખુલાસા થઈ શકે છે. પોલીસે આરોપી પાસેથી 96.460 મિલિગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે, જેની બજાર કિંમત આશરે 2.89 લાખ રૂપિયા થાય છે.

એક શખ્સ ઝડપાયો એક ફરાર

પોલીસને બાતમી મળી હતી કે, ચોકબજાર વિસ્તારમાં એક શખ્સ ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યો છે અને તેના આધારે તેને ઝડપી પાડવામાં આવ્યો છે, આ ડ્રગ્સ કોને આપવાનું હતુ તે દિશામાં પોલીસની તપાસ ચાલી રહી છે. મહત્વનું છે કે, આ કેસમાં એક આરોપી ફરાર છે અને તેની શોધખોળ કરવામાં આવી રહી છે. આ કેસમાં અભિ સંજયસિંગ નામના અન્ય ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ આરોપી કેટલા સમયથી ડ્રગ્સના ધંધામાં સંકળાયેલા હતા અને શહેરના કયા વિસ્તારોમાં ડ્રગ્સ સપ્લાય કરતા હતા.

Advertisement

surat drugs gujarat first

Advertisement

3 દિવસ અગાઉ ટ્રેનમાં ડ્રગ્સ લઈને જતી મહિલા ઝડપાઈ

સુરત રેલવે સ્ટેશન પર ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સની ટીમે એક મોટી કાર્યવાહી કરતા આશરે 6.30 કરોડની કિંમતનું મેથામ્ફેટામાઇન ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. નાસિકની 45 વર્ષીય મેલેરિયો હેન્રી નામની મહિલા પોતાની ટ્રોલી બેગમાં અત્યંત શાતિર રીતે આ ડ્રગ્સ છુપાવીને લઈ જઈ રહી હતી. આ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, મહિલાએ ટ્રોલી બેગના નીચેના ભાગમાં ગમટેપની મદદથી ડ્રગ્સના પેકેટો ચિપકાવ્યા હતા અને તેની ઉપર કપડાં તથા જૂતાના બોક્સ ગોઠવી દીધા હતા જેથી કોઈને શંકા ન જાય.

આ પણ વાંચો : Kutch માં 380 કરોડના ડ્રગ્સ કેસમાં મોટો ચુકાદો, 6 પાકિસ્તાનીઓને 20 વર્ષની કેદ, જાણો સમગ્ર મામલો

Tags :
Advertisement

.

×