Surat માં ખતરનાક ષડયંત્ર, ભાગીદારને ફસાવવા કારમાં છૂપાવ્યું Drugs, Chirag Goti ની ગેંગનો પર્દાફાશ!
- Surat Drugs Plant Conspiracy Chirag Goti: ભાગીદારીમાં ડખો અને ડ્રગ્સનો ખેલ
- નેપાળથી પરત ફરેલા માસ્ટરમાઈન્ડની ધરપકડ બાદ જેલમાંથી ખુલી કડીઓ!
- ફિલ્મી સ્ટાઈલમાં ફસાવવાનો પ્લાન ફેલ
- સુરત પોલીસે લાજપોર અને મુંબઈ જેલમાંથી આરોપીઓનો કબજો મેળવ્યો!
Surat Drugs Plant Conspiracy Chirag Goti: ઓઈલના કારોબારમાં શરૂ થયેલો વિવાદ એક ભયાનક ગુનાહિત ષડયંત્ર (Conspiracy) માં પરિવર્તિત થશે તેવી કોઈએ કલ્પના પણ કરી ન હતી. એક વેપારીએ પોતાના જ પૂર્વ ભાગીદારને પાયમાલ કરવા માટે એવું ષડયંત્ર કર્યું કે પોલીસ પણ ચોંકી ઉઠી. મિત્રતાની આડમાં ખેલાયેલા આ ડ્રગ્સ (Drugs) ના ખતરનાક ખેલમાં હવે જેલના સળિયા પાછળથી નવા રહસ્યો બહાર આવી રહ્યા છે.
Surat Drugs: ભાગીદારીને ફસાવવાનું ષડયંત્ર
સુરતમાં કારમાં ડ્રગ્સ છૂપાવવાના કેસમાં નવા ખુલાસા થયા છે. ઓઈલના ધંધામાં ભાગીદારી છૂટી થયા બાદ ચિરાગ ગોટી અને તેના ભાઈ નિરાંત ગોટીએ અલ્પેશ મિયાનીને ફસાવવાનું ષડયંત્ર ઘડ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. 18 માર્ચના રોજ અલ્પેશની કારમાંથી ડ્રગ્સ મળી આવતા સમગ્ર મામલો ચર્ચાસ્પદ (Controversial) બન્યો હતો. જોકે, અલ્પેશ મિયાની પોતાની નિર્દોષતા પર અડગ રહ્યો હતો, આ મામલાની તપાસ એસઓજી (SOG) ને સોંપવામાં આવી હતી. ત્યારબાદ આ કેસની તપાસ એસીપી એચ-ડિવિઝનને મળતા ચિરાગ ગોટી આણી ટોળકીનો ભાંડો ફૂટી ગયો હતો. આરોપીઓએ પોલીસને ખોટી માહિતી આપીને વેપારીને પકડાવ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
આ પણ વાંચો---- Surendranagar Accident: ચોટીલા હાઈવે પર ખાનગી બસ અને ટેન્કર વચ્ચે ભયાનક અકસ્માત, 4 મુસાફરો જીવતા ભૂંજાયા
જેલમાંથી જોડાયેલું ડ્રગ્સ કનેક્શન (Drug Connection Links from Jail)
ચિરાગ ગોટીએ નેપાળથી સુરત આવીને આત્મસમર્પણ કર્યા બાદ ચોંકાવનારી કબૂલાત (Confession) કરી હતી. તેણે સમીર હિંમત બલર મારફતે સરફરાઝ ઉર્ફે સફી અમદાવાદીનો સંપર્ક સાધ્યો હતો. સફી લાજપોર જેલમાં (Lajpore Jail) બંધ હતો, જેણે હમઝા ઉર્ફે રિઝવાન પાસેથી ત્રણ વખત ડ્રગ્સ મંગાવ્યું હતું. બીજી તરફ, આ કાવતરામાં સામેલ સમીર મુંબઈની કાલા ચોકી પોલીસના ગુનામાં જેલવાસ ભોગવી રહ્યો હતો. સુરત પોલીસે આ બંને આરોપીઓનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવીને વધુ પૂછપરછ (Interrogation) હાથ ધરી છે.
Surat Drugs: મુખ્ય ડીલર અને મળતિયાઓની ધરપકડ
પોલીસ તપાસમાં માસ્ટરમાઈન્ડ (Mastermind) ચિરાગ અને નિરાંત ગોટી ઉપરાંત મુખ્ય ડ્રગ્સ ડીલર મોહમ્મદ હમઝાની ભૂમિકા સ્પષ્ટ થઈ છે. તપાસ અધિકારીઓએ ડ્રગ્સ ક્યાંથી ખરીદ્યું અને કોણે કારમાં પ્લાન્ટ (Plant) કર્યું તે અંગે પુરાવા એકત્ર કર્યા છે. આ ટોળકીએ વેરની ભાવનાથી ડ્રગ્સનો સહારો લઈને કાયદાકીય ગૂંચ ઉભી કરી હતી. હાલમાં એસીપી એચ-ડિવિઝન આ ગુનામાં સામેલ અન્ય શખ્સો અને નેટવર્ક (Network) ની કડીઓ મેળવવા માટે સઘન તપાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો---- Illegal Sand: મોરબી રેન્જ આઈજીની ટીમનો સપાટો, Mining Maliya માં કરોડોનું ગેરકાયદે રેતી ખનન ઝડપાયું


