Surat: ડુમસના ઉદ્યોગપતિની દાદાગીરી, દીકરાના જન્મદિવસે જાહેર રોડ કર્યો બંધ!
- Surat: પોલીસે દીપક ઈજારદાર વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો
- દીપક ઈજારદાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાઈ
- જો કે કાર્યવાહી બાદ દીપક ઈજારદારને જામીન મુક્ત કરવામાં આવ્યા
Surat: સુરતના ડુમસમાં ઉદ્યોગપતિ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવાનો મામલો સામે આવ્યો છે. જેમાં પોલીસે દીપક ઈજારદાર વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે. તથા દીપક ઈજારદાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાઈ છે. પુત્રના જન્મદિવસ નિમિત્તે જાહેરમાં ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. દીપક ઈજારદાર ડુમસ વિસ્તારની મોટી અને નામી હસ્તી છે.
અગાઉ પણ દીપક ઈજારદાર વિરુદ્ધ ગુનો નોંધાઈ ચૂક્યો છે
અગાઉ પણ દીપક ઈજારદાર વિરુદ્ધ ગુનો નોંધાઈ ચૂક્યો છે. તથા ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ડુમસ પોલીસે જાહેરનામા હેઠળ ગુનો નોંધી અટકાયત કરી હતી. જો કે કાર્યવાહી બાદ દીપક ઈજારદારને જામીન મુક્ત કરવામાં આવ્યા છે. વાહન ચાલકોએ રોડ ખુલ્લો કરવા હોર્ન વગાડ્યા તો ઉદ્યોગપતિ દિપક ઈજારદારે ધમકી આપી હતી.
મારી છબીને બદનામ કરવાનો પ્રયાસ: દીપક ઇજારદાર | Gujarat First
એક તો ચોરી ઉપરથી સીનાજોરી જેવો ઘાટ ઘડાયો
જાહેરમાં ઉજવણી બાદ ઉદ્યોગપતિનું વિવાદિત નિવેદન
ઉજવણી મામલે ઉદ્યોગપતિ દીપક ઇજારદારનું નિવેદન
મેં કોઈ જાહેરનામાનો ભંગ કર્યો નથી : દીપક ઇજારદાર
મારી છબીને બદનામ કરવાનો પ્રયાસ:… pic.twitter.com/HkPfvIGIVz— Gujarat First (@GujaratFirst) December 22, 2025
Surat: વાહનોની પેટ્રોલની ટાંકી પર ફટાકડા ફોડવાની ધમકીઓ આપી
વાહનોની પેટ્રોલની ટાંકી પર ફટાકડા ફોડવાની ધમકીઓ આપી હતી. પોલીસ સામાન્ય લોકોને કાયદાનો પાઠ ભણાવે છે ત્યારે આવા બેફામ બનેલા ઉદ્યોગપતિ સામે શું કાર્યવાહી કરશે તે સમય બતાવશે. તેમણે કરેલી દાદાગીરાના વીડિયો પણ સામે આવ્યા છે.
ઉદ્યોગપતિની દાદાગીરીની ચર્ચા શહેરમાં થઇ રહી છે
ડુમસ વિસ્તારમાં એક ઉદ્યોગપતિની દાદાગીરીની ચર્ચા શહેરમાં થઇ રહી છે. ડુમસ ગામના ઉદ્યોગપતિ દીપક ઇજારદારે જાહેર રોડને જામ કરી પુત્રના જન્મદિવસની ઉજવણી કરી હતી. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે લોકોએ રોડ ખુલ્લો કરવા હોર્ન માર્યા તો દિપક ઈજારદારે દાદાગીરી કરી હતી અને વાહનચાલક તરફ આતશબાજી ફોડવાનો ઈશારો પણ કર્યો હતો. આ સમગ્ર દાદાગીરીની ઘટનાનો વીડિયો વાયરલ થયો છે, જે બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે, દિપક ઇજારદાર અગાઉ પણ વિવાદમાં આવી ચુક્યા છે. નોંધનીય છે કે સામાન્ય જનતાને પોલીસ કાયદેસરની કાર્યવાહી કરીને પાઠ ભણાવે છે, ત્યારે આવા ઉદ્યોગતિ પર પોલીસે સમાન્ય કાર્યવાહી કરી છે.
આ પણ વાંચો: New Year 2026 Rashifal: નવા વર્ષ 2026 ના પહેલા મહિને દુર્લભ સંયોગ બનતા આ રાશિઓને થશે મોટો ફાયદો


