Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat ઇકો સેલની મોટી કાર્યવાહી, કરોડોની છેતરપિંડી કેસમાં વધુ એક આરોપી ઝડપાયો, જાણો વધુ

સુરત ઇકો સેલે જમીન કૌભાંડ અને કરોડોની છેતરપિંડી કેસમાં વધુ એક આરોપી અમઝતસાહીદ શેખની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી રવિકુમાર કોલડિયાએ વિદેશી માલિકોના ખોટા દસ્તાવેજો બનાવી 4.81 કરોડના ચેક મ્યુલ એકાઉન્ટમાં વટાવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 4 આરોપીઓ ઝડપાયા છે, જ્યારે મુખ્ય સૂત્રધાર હજુ પણ ફરાર છે. પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
surat ઇકો સેલની મોટી કાર્યવાહી  કરોડોની છેતરપિંડી કેસમાં વધુ એક આરોપી ઝડપાયો  જાણો વધુ
Advertisement
  • Surat ઇકોસેલે કરોડોની છેતરપિંડી કેસમાં વધુ એક આરોપીને દબોચ્યો
  • મ્યુલ એકાઉન્ટથી છેતરપિંડી આચરનાર આરોપી અમઝતસાહીદ શેખ સકંજામાં
  • આરોપી છેતરપિંડી માટે એકાઉન્ટ ખોલાવવામાં મદદગારી કરતો

Surat Fraud Case: સુરત શહેરમાં જમીનના વેચાણના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર ટોળકી સામે ઇકો સેલ (EOW) પોલીસ દ્વારા સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં બહાર આવેલી આ છેતરપીંડીની ઘટનામાં સંડોવાયેલા વધુ એક આરોપી અમઝતસાહીદ શેખ (Amjatsahid Sheikh) ની પોલીસે ધરપકડ કરી છે, જેણે બોગસ બેંક એકાઉન્ટ ખોલવામાં મદદગારી કરી હતી.

ખોટી સહીઓ કરીને છેતરપીંડી

પ્રાપ્ત માહિતી અનુસાર મુખ્ય સૂત્રધાર રવિકુમાર કોલડિયાએ વિદેશમાં સ્થાયી થયેલા અસલ જમીન માલિકોની ખોટી સહીઓ (Forged Signatures) કરીને આ છેતરપિંડી આચરી હતી. ફરિયાદી પાસેથી મેળવેલા 4,81,51,380 રૂપિયાના ચેકને 'મ્યુલ એકાઉન્ટ' (Mule Account) માં જમા કરાવીને આ રકમ હડપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આરોપી રવિ કોલડિયાએ આ બોગસ ખાતાઓનો ઉપયોગ કરીને 2,95,51,321 રૂપિયા અન્ય બેંકોમાં ટ્રાન્સફર કરી લીધા હતા અને ફરિયાદીને આ રકમથી વંચિત રાખ્યા હતા.

Advertisement

Surat ઇકો સેલની તપાસ

આ કેસની તપાસ કરી રહેલી સુરત ઇકો સેલ પોલીસે અત્યાર સુધીમાં કુલ 4 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ અગાઉ યસ બેંક (Yes Bank) અને IDBI બેંકના 4 કર્મચારીઓ પણ બોગસ એકાઉન્ટ ખોલવામાં મદદ કરવા અને સીમકાર્ડ (SIM Card) મેળવી આપવામાં મદદગારી કરવા બદલ ઝડપાઈ ચૂક્યા છે. પોલીસની તાજેતરની કાર્યવાહીમાં અમઝતસાહીદ ઈમ્તિયાઝ શેખ નામના આરોપીને દબોચી લેવામાં આવ્યો છે, જે બેંક એકાઉન્ટ ખોલાવવામાં મુખ્ય ભૂમિકા ભજવતો હતો.

Advertisement

મુખ્ય સૂત્રધાર પોલીસ પકડથી દૂર

ઉત્રાણ પોલીસ સ્ટેશન (Uttran Police Station) માં નોંધાયેલા આ ગુનામાં પોલીસની તપાસ તેજ બની છે. હાલમાં મુખ્ય સૂત્રધાર રવિકુમાર કોલડિયા હજુ પણ પોલીસની પકડથી દૂર છે, જેને શોધવા માટે પોલીસની અલગ-અલગ ટીમો કામે લાગી છે. પોલીસ આંતરરાજ્ય અને વિદેશી કનેક્શનની પણ તપાસ કરી રહી છે જેથી છેતરપિંડીની આ જાળને સંપૂર્ણપણે તોડી શકાય.

આ પણ વાંચોઃ Surat: 'મારી પાસે વહુને દેવા કંઈ નહોતું એટલે ચોરી કરી', કતારગામમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

Tags :
Advertisement

.

×