Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat Election 2026 : સુરતમાં કેન્દ્રીય વિદ્યાલય ખાતે હર્ષભાઈ સંઘવીએ પરિવાર સાથે મતદાન કરી વડીલોના લીધા આશીર્વાદ

Surat Election 2026 : સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પરિવાર સાથે કર્યું મતદાન, હર્ષભાઈ સંઘવી સાથે તેમના પત્નીએ પણ મતદાન કર્યુ છે, હર્ષભાઈ સંઘવી મતદાન કરવા જઈ રહ્યાં હતા તે દરમિયાન મતદાન મથક પર વડીલો દેખાતા તેમણે આશીર્વાદ લીધા હતા, સુરતમાં મહાનગરપાલિકાના 30 વોર્ડ ની 120 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે.
surat election 2026    સુરતમાં કેન્દ્રીય વિદ્યાલય ખાતે હર્ષભાઈ સંઘવીએ પરિવાર સાથે મતદાન કરી વડીલોના લીધા આશીર્વાદ
Advertisement
  • Surat Election 2026 માં નાયબ મુખ્યમંત્રીએ પોતાના મતાધિકારનો કર્યો ઉપયોગ
  • સુરતમાં કેન્દ્રીય વિદ્યાલય ખાતે હર્ષભાઈએ કર્યુ મતદાન
  • ગરમીને લઈને ચૂંટણી પંચે વિશેષ વ્યવસ્થા કરી : હર્ષભાઈ
  • સિનિયર સિટિઝન માટે પણ ખાસે વ્યવસ્થા કરાઈ : હર્ષભાઈ
  • સુરતની 120 બેઠકો માટે આજે મતદાન

Surat Election 2026 : સુરત સહિત સમગ્ર રાજ્યમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 માટે મતદાન (voting) પ્રક્રિયા ચાલી રહી છે. આ લોકશાહીના પર્વમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ (harshbhai sanghvi) સુરત ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. હર્ષભાઈ સંઘવી આજે વહેલી સવારે પોતાના પરિવાર સાથે સુરતની કેન્દ્રીય વિદ્યાલય ખાતે મતદાન કરવા પહોંચ્યા હતા. હર્ષભાઈ સંઘવીએ ચૂંટણી પંચની કામગીરી બિરદાવી હતી અને લોકો વધુ મતદાન કરે તે માટે અપીલ કરી હતી.

સુરતમાં મહાનગરપાલિકાના 30 વોર્ડ ની 120 બેઠકો માટે આજે મતદાન

સુરત મહાનગરપાલિકાની 30 વોર્ડની ચૂંટણી છે, જ્યારે બારડોલી,કડોદરા અને માંડવી સહિત તરસાડી નગરપાલિકાની ચૂંટણી માટેનું મતદાન થઈ રહ્યું છે, સુરત જિલ્લા પંચાયત માટે 11 તાલુકા પંચાતમાં જેમાં ઓલપાડ, માંડવી, અરેઠ, કામરેજ, બારડોલી, માંગરોળ,ઉંમરપાડા ,ચોર્યાસી, પલસાણા,મહુવા અને અંબિકા તાલુકા પંચાયતનો સમાવેશ થાય છે, સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 483 ઉમેદવારો અને 24,76,392 મતદારો નગરપાલિકાની ચૂંટણી માટે 224 ઉમેદવારો ચૂંટણી રેસમાં છે, જેમાં 47502 પુરુષ અને 44891 સ્ત્રી મતદારો છે. સુરત જિલ્લા પંચાયતમાં 88 હરીફ ઉમેદવારો અને 4,34059 પુરૂષ સહિત 4,32,652 સ્ત્રી મતદારો જ્યારે અન્ય 6 મતદારોનો પણ સમાવેશ થાય છે.

Advertisement

Advertisement

સુરત તાલુકામાં પંચાયત માં 513 ઉમેદવારો ચૂંટણી રેસમાં

11 જેટલી તાલુકા પંચાયતમાં 4,48,657 અને 4,49,488 સ્ત્રી મતદારો છે, જ્યારે અન્ય 6 મતદારોનો સમાવેશ થાય છે સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડ ની 120 બેઠકોના મતદાન માટે 2610 મતદાન મથકો છે, 946 જેટલા મતદાન મથકોના સ્થળો છે, ચાર નગરપાલિકા માટે 95 મતદાન મથકો અને 36 મતદાન મથકના સ્થળો છે, જિલ્લા અને તાલુકા પંચાયત માટે 1153 મતદાન મથકો અને 757 મતદાન મથકોના સ્થળ
છે, તમામ મતદાન મથકો પર પીવાના પાણીની વ્યવસ્થા,મેડિકલ કીટ અને અન્ય જરૂરી ચીજવસ્તુઓની વ્યવસ્થા છે.

 સી.આર.પાટીલે પરિવાર સાથે મતદાન કર્યુ

સુરતના ભટાર ખાતે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે પરિવાર સાથે મતદાન કર્યુ છે

બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ વસાવાએ કર્યું મતદાન

પરિવાર સાથે માંડવી નગરના વોર્ડ નંબર 6 માં કર્યું મતદાન અને માંડવી નગર પાલિકા માં કુલ 6 વોર્ડમાં 24 ઉમેદવાર છે, 24 પૈકી વોર્ડ નંબર 6 માં 1 ઉમેદવાર થયા છે બિનહરીફ અને સાંસદ પરભુ વસાવાએ લોકોને મતદાન અવશ્ય કરવા કરી અપીલ. તમામ બેઠકો પર ભારતીય તમામ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીત થશે તેવી આશા વ્યક્ત કરી છે.

આ પણ વાંચો : Surat: સુરત મનપા ચૂંટણીમાં હાઈવોલ્ટેજ ડ્રામા, કોંગ્રેસે મજબૂત ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડ્યા

Tags :
Advertisement

.

×