Surat Election Result 2026 : ચૂંટણી પરિણામ અગાઉ અલ્પેશભાઈ કથિરીયાનું નિવેદન, કહ્યું, ભાજપની જીત નિશ્ચિત જ છે
- Surat Election Result 2026 ને લઈ રાજકીય પક્ષોમાં ભારે ઉત્સુકતા
- વિપક્ષી સભ્યોએ જીતનો દાવો કર્યો
- પાંચ વર્ષ કરેલા કામોનું પરિણામ આજે જોવા મળશે
- આ વખતે પ્રજાસત્તા પરિવર્તન ઈચ્છે છે
- લોકો સત્તા પક્ષથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે
Surat Election Result 2026 : સુરત પાલિકાની ચૂંટણીના (election) પરિણામ (result) જાણવા રાજકીય પક્ષોમાં ભારે ઉત્સુકતા જોવા મળી છે, વિપક્ષી સભ્યોએ જીતનો (winning) દાવો કર્યો છે અને પાંચ વર્ષ કરેલા કામોનું પરિણામ આજે જોવા મળશે. પૂર્વ વિપક્ષ નેતા પાયલબેન સાકરીયાનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમનું કહેવું છે કે, આ વખતે પ્રજાસત્તા પરિવર્તન ઈચ્છે છે અને લોકો સત્તા પક્ષથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, અમે છેલ્લા પાંચ વર્ષમાં કરેલા કામોનું પરિણામ આજે જોવા મળશે અને અમોને અઢળક ફોન કોલ્સ આવી રહ્યા છે તેવું આપના નેતા પાયલબેનનું કહેવું છે.
આજે મનપા ચૂંટણીનું પરિણામ
ગાંધી એન્જીનિયરિંગ કોલેજ ખાતે મત ગણતરી શરૂ કરવામાં આવી છે. સૌ પ્રથમ બેલેટ પેપરની મત ગણતરી પૂર્ણ કરવામાં આવી છે, આજે મનપા ચૂંટણીમાં 483 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે અને કોના હાથમાં પાલિકાની સત્તાની કમાન આવશે તેનું ચિત્ર સ્પષ્ટ થશે અને બપોર સુધીમા મત ગણતરી પૂર્ણ થાય તેવી શકયતા છે, પાલિકાના 30 વોર્ડની 120 બેઠકો પર આજે મત ગણતરી શરૂ થઈ ગઈ છે. સુરતના કુલ 59.33 ટકા મતદાન થયું છે અને ગત ટર્મ 2021ની સરખામણીએ સૌથી વધુ મતદાન વર્ષ 2021માં 43.52 ટકા મતદાન થયું હતું.
આ વર્ષની ટર્મમાં sir પ્રક્રિયા બાદ 24.76 લાખ મતદાર નોંધાયા હતા
સુરતમાં 13,02922 પુરુષ મતદારો અને 11,73,456 મહિલા મતદારોએ પોતાના મત્તાધિકાર નો ઉપયોગ કર્યો હતો. સુરતમાં સૌથી વધુ મતદાન વોર્ડ નમ્બર 19 ડુંભાલ આંજણામાં 73.23 નોંધાયું હતું, આજે ભાજપના 120, કોંગ્રેસના 117 અને આપ પાર્ટીના 111 સહિત અન્ય મળી 483 ઉમેદવારોનું ભાવિ મતદારો નક્કી કરશે. આજે 2 હજાર જેટલો ચૂંટણી સ્ટાફ મત ગણતરીની પ્રક્રિયામાં જોડાયો છે અને જ્યારે 1 હજારથી વધુ પોલીસ સ્ટાફ મત ગણતરી સ્થળે બંદોબસ્તમાં તૈનાત છે. વર્ષ 2021માં પાલિકાની ચૂંટણીમાં ભાજપને 93 બેઠક મળી હતી અને જ્યારે આપ પાર્ટીને 27 બેઠક ફળી હતી જેમાં જે પૈકી 12 કોર્પોરેટરો પક્ષ પલટો કરી ભાજપમાં જોડાઇ ગયા હતા.
આ પણ વાંચો : Gujarat First Appeals to Vote: અમદાવાદથી સુરત સુધી ગુંજ્યો મતાધિકારનો અવાજ, યુવાનોમાં અનેરો ઉત્સાહ


