Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat : ચૂંટણી સમયે મતદાર યાદીનો છબરડો બન્યો ચર્ચાસ્પદ, અશોકભાઈ ચૌધરીના નામે 5 વોટર આઈડી કાર્ડ

Surat ની મતદાર યાદીમાં એક મોટો છબરડો સામે આવ્યો છે, જેમાં એક નામના વ્યકિતના અલગ-અલગ વોર્ડમાં 5 નામ બોલે છે અને આ વાત તે વ્યકિત સુધી પહોંચતા તેણે સુરત કલેકટર ઓફિસમાં નામ કમી કરવવા માટે અરજી કરી છે, પણ મહત્વની વાત તો એ છે કે આ વ્યકિત કઈ જગ્યાએ મતદાન કરી શકશે અને આ ભુલ તંત્રની છે તે પણ નક્કી છે.
surat   ચૂંટણી સમયે મતદાર યાદીનો છબરડો બન્યો ચર્ચાસ્પદ  અશોકભાઈ ચૌધરીના નામે 5 વોટર આઈડી કાર્ડ
Advertisement
  • Surat ની મતદાર યાદીમાં સામે આવ્યો મોટો છબરડો
  • એક જ વ્યક્તિનું નામ યાદીમાં પાંચ વખત
  • મગદલ્લા વોર્ડ 22ની યાદીમાં જોવા મળી ભૂલ
  • અશોક ચૌધરીએ નામ કમી કરવા અરજી કરી હતી
  • તમામ અરજીઓ મંજૂર છતાં નામ યથાવત રહ્યા

Surat : સુરતમાં એક વ્યકિત મતદાન (voting) કરે તે પહેલા જ મોટો છબરડો સામે આવ્યો છે જેમાં ERO અને પાલિકા તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે, વિધાનસભા યાદીના આધારે વોર્ડ (ward) યાદીમાં થયો ગોટાળો અને જવાબદાર અધિકારીઓએ ભૂલ સુધારવાને બદલે યથાવત રાખી હતી તો ચૂંટણી સમયે મતદાર યાદીનો છબરડો બન્યો ચર્ચાસ્પદનો વિષય.

મગદલ્લા વોર્ડ 22ની યાદીમાં જોવા મળી ભૂલ

સુરત મનાપાની ચૂંટણી ટૂંક સમયમાં યોજાવા જઈ રહી છે. વોટર આઈડી (voter id) માં નામ કે સરનામામાં ભૂલ હોય તો તેને લઈ અનેક કાર્યક્રમો સરકાર દ્વારા કરવામાં આવ્યા છે, પરંતુ સુરતના અશોકભાઈ ચૌધરી સાથે એવી ઘટના બની કે તેમનું નામ પાંચ અલગ-અલગ જગ્યાઓ પર ચાલી રહ્યું છે અને તેમને આ વાતની ખબર પડી તો તેમણે તંત્રનો પણ સંપર્ક સાધ્યો હતો અને અરજીઓ મંજૂર છતા નામ યથાવત રહ્યાં હતા.

Advertisement

surat gujarat first

Advertisement

Surat કલેકટર ઓફિસમાં અરજી કરાઈ પણ નામ યથવાત

અશોક ભાઈ ચૌધરીએ આ અંગે કલેટર ઓફિસમાં નામ કમી કરવા માટે અરજી કરી હતી પણ અરજી કરવા છત્તા નામ યથાવત રહ્યું હતુ, માનવામાં એવું પણ આવી રહ્યું છે કે, મતદાર યાદીના આધારે વોર્ડની યાદી તૈયાર કરવામાં આવતી હશે તે વખતે આ ભૂલ થઈ હોઈ શકે છે. ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મતદાર યાદીમાં આવી ભૂલો સામે આવવી ચિંતાજનક ગણાઈ રહી છે. મતદાર યાદી જેવી મહત્વપૂર્ણ પ્રક્રિયામાં આવી બેદરકારી ચૂંટણીની પારદર્શિતા પર અસર કરી શકે છે.હવે આ મુદ્દે શું કાર્યવાહી થાય છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.

આ પણ વાંચો : Surat: યાદી જાહેર થતા બબાલ! 'આયાતી' ઉમેદવારને ટિકિટ મળતા કાર્યકરો નારાજ, મધરાતે ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા

Tags :
Advertisement

.

×