Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat ના રસ્તાઓ પર ધડ વિનાનો માનવી ચલાવે છે સાયકલ! જાણો શું છે Ghost Cycle નું શું છે રહસ્ય

Ghost Cycle in Surat: સુરત (Surat) ના રસ્તાઓ પર હાલમાં એક અનોખું દ્રશ્ય જોવા મળી રહ્યું છે, જ્યાં કોઈ ચાલક વગરની સાયકલ દોડતી જોઈ લોકો અચંબિત થઈ ગયા છે. આ અદભૂત ઘોસ્ટ સાયકલ (Ghost Cycle) એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને એન્જિનિયરિંગનો એક અનોખો સંગમ છે.
surat ના રસ્તાઓ પર ધડ વિનાનો માનવી ચલાવે છે સાયકલ  જાણો શું છે ghost cycle નું શું છે રહસ્ય
Advertisement
  • Surat ના રસ્તા પર દોડતી જોવા મળી Ghost Cycle
  • ચોંકાવનારો નજારો જોઈ લોકોની આંખો થઈ ગઈ પહોળી
  • AI અને ટેકનોલોજીનો અનોખો જાદુ
  • 20 લાખ સબસ્ક્રાઈબર્સ ધરાવતા યુટ્યુબર શિવમ મૌર્યનો નવો આવિષ્કાર
  • વિદ્યાર્થીએ ટેકનોલોજીથી લોકોને કર્યા અચંબિત

Ghost Cycle in Surat: સુરત (Surat) ના રસ્તાઓ પર હાલમાં એક અનોખું દ્રશ્ય જોવા મળી રહ્યું છે, જ્યાં કોઈ ચાલક વગરની સાયકલ દોડતી જોઈ લોકો અચંબિત થઈ ગયા છે. આ અદભૂત ઘોસ્ટ સાયકલ (Ghost Cycle) એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને એન્જિનિયરિંગનો એક અનોખો સંગમ છે. એન્જિનિયરિંગના વિદ્યાર્થી શિવમ મૌર્ય (Shivam Maurya) એ પોતાના મિત્ર ગુરુપ્રીત અરોડા (Gurupreet Arora) ની મદદથી ત્રણ મહિનાની સખ્ત મહેનત બાદ આ સાયકલ તૈયાર કરી છે.

Ghost Cycle in Surat-Gujarat first

Advertisement

 Surat ના રસ્તા પર દોડી Ghost Cycle

અંદાજે 35 હજાર રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી આ સાયકલ ટ્રીપલ કંટ્રોલ મોડ (Triple Control Mode) પર ચાલે છે, જેમાં એઆઈ મેપિંગ (AI Mapping), ખાસ મોબાઈલ એપ અને રિમોટ કંટ્રોલ (Remote Control) નો સમન્વય કરવામાં આવ્યો છે. આ સાયકલની સૌથી મોટી વિશેષતા તેમાં રહેલું એનિમેટેડ પેન્ડલિંગ મિકેનિઝમ (Animated Pedalling Mechanism) છે. જ્યારે સાયકલ રસ્તા પર ચાલે છે ત્યારે તેના પેડલ આપમેળે ફરે છે, જેને જોઈને રાહદારીઓને એવો આભાસ થાય છે કે કોઈ અદૃશ્ય શક્તિ અથવા ભૂત તેને ચલાવી રહ્યું છે.

Advertisement

Ghost Cycle in Surat-Gujarat first

આ સ્માર્ટ સાયકલ પાછળનું ભેજું કોનું?

શિવમ મૌર્ય સોશિયલ મીડિયા પર પણ ખૂબ જાણીતા છે. તેમની ક્રિએટિવ સાયન્સ (Creative Science) નામની યુટ્યુબ ચેનલ પર 20 લાખથી વધુ સબસ્ક્રાઇબર્સ છે. આ પહેલા તેમણે ગરુડા એઆઈ બાઈક (Garuda AI Bike) બનાવી હતી, જે સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી. ભવિષ્યના વિઝન સાથે તૈયાર કરાયેલી આ સ્માર્ટ મિકેનિઝમ ધરાવતી ઘોસ્ટ સાયકલ અત્યારે સુરતીઓ માટે ભારે કુતૂહલ અને આકર્ષણનું કેન્દ્ર બની છે.

આ પણ વાંચો:  Upleta BJP માં ભડકો, તાલુકા ભાજપ ઉપપ્રમુખ ગીતાબેન કથીરીયા પક્ષમાંથી સસ્પેન્ડ, જાણો સમગ્ર મામલો

Tags :
Advertisement

.

×