Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : સુરતમાં નકલી તબીબોનો રાફડો ફાટ્યો! વધુ 6 Bogus Doctors ઝડપાયા

પાંડેસરા, ખટોદરા બાદ હવે ડીંડોલી પોલીસે 6 બોગસ તબીબની ધરપકડ કરી છે.
surat   સુરતમાં નકલી તબીબોનો રાફડો ફાટ્યો  વધુ 6 bogus doctors ઝડપાયા
Advertisement
  1. Surat માં Bogus Doctors ની ધરપકડનો સિલસિલો હાલ પણ યથાવત
  2. મેડિકલ ડિગ્રી વગરનાં વધુ 6 બોગસ તબીબ ઝડપાયા
  3. ડીંડોલી પોલીસે અલગ-અલગ ક્લિનિકમાં છાપો મારી કરી કાર્યવાહી
  4. એલોપેથીની દવાનો જથ્થો, ઇન્જેક્શન સહિત સામન જપ્ત કરાયો

સુરતમાંથી (Surat) ફરી 6 જેટલા ઝોલાછાપ તબીબ (Bogus Doctors) ઝડપાયા છે જેઓ કોઈપણ મેડિકલ ડિગ્રી વિના દર્દીઓનાં જીવ અને આરોગ્ય સાથે ચેડાં કરતા હતા. જિલ્લા આરોગ્ય વિભાગની ટીમનાં સાથે રાખવી ડીંડોલી પોલીસ દ્વારા નવાગામ વિસ્તારમાં અલગ-અલગ ક્લિનિક પર છાપો મારી છ જેટલા બોગસ તબીબની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 2 મહિલા તબીબનો પણ સમાવેશ થાય છે. BEMS ની બોગસ ડિગ્રીના આધારે આ બોગસ તબીબો છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે રીતે મેડિકલ પ્રેક્ટિસ કરતા હતા. પોલીસે એલોપેથીની દવાનો મોટો જથ્થો, ઇન્જેક્શન સહિત ડોક્ટરી સાધન-સામગ્રી કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Amreli : લેટરકાંડમાં પાટીદાર યુવતીને બચાવવા કવાયત! અલ્પેશ કથીરિયા અને અમિત ચાવડાએ કહી આ વાત

Advertisement

સુરતમાંથી (Surat) બોગસ મેડિકલ ડિગ્રીનાં (Bogus Medical Degree) આધારે ઇસમોને ડોક્ટર બનાવી દેવાનું કૌભાંડ બહાર આવ્યા બાદથી સુરત પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. બોગસ તબીબોનાં આકા રસેશ ગુજરાતી, બી.કે.રાવત સહિત ઈરફાન નામનાં શખ્સોને રૂપિયા આપી બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવનારા બોગસ તબીબો સામે હવે સુરત પોલીસે (Surat Police) તવાઈ બોલાવી છે. પાંડેસરા, ખટોદરા બાદ હવે ડીંડોલી પોલીસે 6 બોગસ તબીબની (Bogus Doctors) ધરપકડ કરી છે.

Advertisement

પોલીસ કમિશનરની સૂચના અન્વયે શહેર પોલીસ તરફથી બોગસ તબીબો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે હેઠળ ડીંડોલી પોલીસે (Dindoli Police) પણ નવાગામ વિસ્તારમાંથી આવા જ 6 જેટલા બોગસ તબીબની ધરપકડ કરી છે. નવાગામ વિસ્તારમાં આવેલ માનસી રેસિડેન્સીમાં મેડિકલ ડિગ્રી વિના એલોપેથીની પ્રેક્ટિસ કરતા રાજેશ રામકૃષ્ણ મહાજનને ઝડપી પાડવામાં આવ્યો હતો, જે પોતે BEMS ડિગ્રી ધારક ડોક્ટર હોવાનું પોલીસને જણાવ્યું હતું. આ અંગે તપાસ કરતા ડિગ્રી બોગસ હોવાનું પુરવાર થયું હતું. આ સિવાય ડીંડોલી બસ સ્ટોપ નજીક આવેલા પ્રિયંકા ટાઉનશીપ વિભાગ એકમાં તપાસ કરતા અહીં મહેશ વિઠ્ઠલ રાજપૂત BEMS ડિગ્રીનું (Bogus BEMS Degree) બોર્ડ મારી દર્દીઓની સારવાર કરી આરોગ્ય અને જીવ સાથે ચેડાં કરી રહ્યો હતો, જેની ડિગ્રી અંગે તપાસ કરતાં બોગસ હોવાનું સામે આવ્યું હતું. જેની ડીંડોલી પોલીસે ધરપકડ કરી હતી.

આ પણ વાંચો - Surat : 15 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ આચરનારા નરાધમને કોર્ટે ફટકારી આકરી સજા

ઉપરાંત, ડીંડોલી પોલીસે (Dindoli Police) જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી રઘુકૂલનગરમાં ચાલતા ક્લિનિક પર છાપો માર્યો હતો, જ્યાં આરતીદેવી સત્યપ્રકાશ શોભનાથ મોર્યા નામની મહિલા કોઈપણ મેડિકલ ડિગ્રી વગર એલોપેથીની પ્રેક્ટિસ કરતા રંગેહાથ ઝડપાઈ હતી. તપાસ કરતા RMP B. PHARMA ની ડિગ્રી મળી આવી હતી જે ગુજરાત સરકાર દ્વારા માન્ય નહોતી. આ સિવાય, ડીંડોલીનાં લક્ષ્મણનગર ખાતે મેડિકલ પ્રેક્ટિસ કરતી મનોરમાં અમરદેવ વિક્રમાદિત્યપાલ પણ ડિગ્રી વિના એલોપેથીની પ્રેક્ટિસ કરતા રંગેહાથ ઝડપાઈ હતી, જેના ક્લિનિકમાંથી એલોપેથીની દવાનો જથ્થો, ઇન્જેક્શન સહિત અન્ય મેડિકલ સાધન સામગ્રી કબજે કરવામાં આવી હતી. તપાસ કરતા તેણી પાસેથી CMS ED નામની ડિગ્રી મળી આવી હતી જે પણ ગુજરાત સરકાર માન્ય નહોતી. ડીંડોલીનાં શ્યામવિલા સોસાયટીમાં છાપો મારતા સરદ નારાયણ પટેલ નામનાં બોગસ તબીબની (Bogus Doctors) ધરપકડ કરવામાં આવી હતી, જેની પાસેથી પણ BEMS ની બોગસ મેડિકલ ડિગ્રી મળી આવતા પોલીસે ક્લિનિકમાંથી તમામ એલોપેથી દવાનો જથ્થો સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

અહેવાલ : રાકેશ બ્રહ્મભટ્ટ, સુરત

આ પણ વાંચો - Surat: મંદિર બહાર બેઠેલી ભિક્ષુકને કારચાલકે કચડી નાખી, સામે આવ્યાં હૃદય કંપાવતા CCTV

Tags :
Advertisement

.

×