Surat : પાંડેસરાની હોટેલમાં મહિલા TRB જવાને ગળેફાંસો ખાદ્યો! પરિવારનો ગંભીર આરોપ
- Surat નાં મહિલા TRB જવાને કર્યો આપઘાત
- સુમિતા નિમજે નામની મહિલાએ ગળાફાંસો ખાધો
- મહિલાએ પાંડેસરાની એક હોટેલમાં આપઘાત કર્યો
- મહિલા TRB જવાનનાં આપઘાતનું કારણ અકબંધ
સુરતમાં (Surat) મહિલા TRB જવાને આપઘાત કર્યા હોવાનો બનાવ બન્યો છે. મહિલા TRB જવાને પાંડેસરાની (Pandesara) એક હોટેલમાં આપઘાત કર્યો હોવાની મહિતી છે. ટ્રાફિક પોલીસની રિજિયન 1 માં મહિલાકર્મી ફરજ બજાવતી હતી. મહિલા ટીઆરબી જવાને કયાં કારણોસર આપઘાત કર્યો તે હાલ જાણી શકાયું નથી. જો કે, મહિલા ટીઆરબી જવાનની હત્યા કરવામાં આવી હોવાનો પરિવારજનોનો આરોપ છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - 7 વર્ષથી અમદાવાદમાં ચૂંટણી/આધાર/પાન કાર્ડનો ધંધો કરતા બાંગ્લાદેશી ઘૂસણખોરને Gujarat ATS એ પકડ્યો
મહિલાએ પાંડેસરાની એક હોટેલમાં આપઘાત કર્યો
સુરતમાં (Surat) મહિલા TRB જવાન દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે. મહિલા કર્મીએ પાંડેસરાની એક હોટેલમાં આપઘાત કર્યો છે. સુમિતા નિમજે નામની મહિલાએ હોટેલનાં રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, સુરત ટ્રાફિક પોલીસની (Surat Traffic Police) રિજિયન 1 માં મૃતક મહિલા ફરજ બજાવતી હતી. મહિલા TRB જવાને કયાં કારણોસર આપઘાત કર્યો તે હાલ જાણી શકાયું નથી. આપઘાત પાછળનું કારણ હાલ અકબંધ છે.
આ પણ વાંચો - Surat : 13 વર્ષીય વિદ્યાર્થી સાથે પ્રેમસબંધમાં 23 વર્ષીય શિક્ષિકા ગર્ભવતી થઈ, કોર્ટની મંજૂરી બાદ એબોર્શન કરાયું
હત્યા કરવામાં આવી હોવાનો પિતાનો આરોપ
આ મામલે પાંડેસરા પોલીસે (Pandesara Police) મહિલા TRB જવાનનાં મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક મહિલાનાં પિતા અનિલભાઈએ આરોપ લગાવ્યો છે કે તેમની દીકરીની હત્યા કરવામાં આવી છે. કોઈ શખ્સે તેમની દીકરીની હત્યા કરી પછી આત્મહત્યામાં ખપાવવા પ્રયાસ કર્યો છે. આ મામલે સઘન તપાસ થાય અને ન્યાન મળે તેવી તેમની માગ છે. જો કે, મહિલા TRB જવાને આત્મહત્યા કરી છે કે પછી તેમની હત્યા કરવામાં આવી છે તે પોલીસ તપાસમાં જ જાણી શકાશે.
આ પણ વાંચો - Rajkot : ન્યૂડ વીડિયો કોલમાં વાત કરતા ઝડપાયા મારવાડી યુનિ.નાં પ્રોફેસર, ઓળખ છતી થઈ!