Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat: વરાછા વિસ્તારમાં મંગેતર દ્વારા ફિયાન્સીની કરપીણ હત્યા કરી દેતા ચકચાર

અનૈતિક સંબંધો હોવાની શંકાના પગલે હીરા કારખાનામાં કામ કરતા મંગેતર દ્વારા ફિયાન્સીની કરપીણ હત્યા કરી
surat  વરાછા વિસ્તારમાં મંગેતર દ્વારા ફિયાન્સીની કરપીણ હત્યા કરી દેતા ચકચાર
Advertisement
  • અન્ય પર પુરુષ સાથે અનૈતિક સંબંધો હોવાની શંકા હતી
  • અગાઉ બંનેની સંમતિ બાદ સગાઈ કરી દેવામાં આવી હતી
  • પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી

Suratના વરાછા વિસ્તારમાં મંગેતર દ્વારા જ ફિયાન્સીની કરપીણ હત્યા કરી દેતા ભારે ચકચાર મચી ગઈ છે. સુરત (Surat)ના વરાછા વિસ્તારમાં મોડી રાત્રે બનેલી આ ઘટના બાદ પોલીસ (Police) તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બંને પોતાના વતનમાં રહેતા હતા ત્યારથી એકબીજાના પરિચયમાં આવ્યા હતા. જે બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.

બંનેની સંમતિ બાદ સગાઈ કરી દેવામાં આવી હતી

સુરત (Surat)આવ્યા બાદ બંનેની મરજીથી પરિવારજનોએ સગાઈ કરાવી હતી. જોકે યુવતીના અન્ય પર પુરુષ સાથે અનૈતિક સંબંધો હોવાની શંકાના પગલે હીરા કારખાનામાં કામ કરતા મંગેતર દ્વારા ફિયાન્સીની કરપીણ હત્યા કરી ફરાર થઈ ગયો હતો. શહેરમાં હત્યા જેવી ઘટનાઓ દિવસને દિવસે સામાન્ય બનતી જઈ રહી છે. સમયાંતરે સુરત (Surat)માં હત્યાઓની ઘટના પ્રકાશમાં આવી રહી છે. ડાયમંડ અને ટેક્સટાઇલ સીટી તરીકે જાણીતા સુરતની ઓળખ હવે ક્રાઈમ સિટી તરીકે થઈ રહી છે. જ્યાં વધુ એક હત્યાની ઘટના સુરત (Surat)માં સામે આવી છે. વરાછાના હરિધામ સોસાયટીમાં રહેતી વર્ષા નામની યુવતીની તેના જ મંગેતર દ્વારા હત્યા કરી દેવામાં આવી છે. સંદીપ અને મૃતક વતનથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. સુરત આવ્યા બાદ આ પ્રેમ સંબંધ આગળ પણ ચાલી આવ્યો હતો. જેની જાણ પરિવારને કરતા બંનેની સંમતિ બાદ સગાઈ કરી દેવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો: Ahmedabad: ISKCON મંદિરમાં યુવાન દીકરીઓના બ્રેઈન વોશ મામલે યુવતીએ આપ્યું ચોંકાવનારુ નિવેદન

Advertisement

સંદીપએ ઉપરાછાપરી ઘા ઝીંકી વર્ષાને મોતને ઘાટ ઉતારી દીધી

સુરત (Surat)ના વરાછા વિસ્તારમાં વર્ષા અને સંદીપ પાગી હીરા કારખાનામાં રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા. સંદીપ પાગી અન્ય હીરા કારખાનામાં કામ કરી ત્યાં જ રહેતો હતો. સંદીપ શંકાશીલ સ્વભાવનો હતો. જેથી વર્ષા ઉપર વારંવાર શંકા રાખતો હતો. વર્ષાના અન્ય પુરુષ સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા સંદીપને હતી. દરમિયાન હીરા કારખાનામાંથી સંદીપએ પોતાનું કામ પણ છોડી દીધું હતું. જે બાદ તે ઘણો તણાવમાં રહેતો હતો. દરમિયાન બુધવારની મોડી સાંજે તે વર્ષાના ઘરે પહોંચ્યો હતો. જ્યા ઘરના સભ્યો હાજર ન હોય વર્ષા ઘરે એકલી હતી. ઘરે આવી ચઢેલા સંદીપએ વર્ષા જોડે ઝઘડો કર્યો હતો. જે બાદ રોષે ભરાયેલા સંદીપએ ઉપરાછાપરી ઘા ઝીંકી વર્ષાને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

આ પણ વાંચો: Ahmedabad: ડો.બાબા સાહેબની પ્રતિમા ખંડિત કરવા મામલે આરોપીઓને રજૂ કરતા કોર્ટે પોલીસનો ઉધડો લીધો

હત્યા કેસમાં સંદીપનો શંકાશીલ સ્વભાવ જવાબદાર

હત્યા બાદ સંદીપ ફરાર થઈ ગયો હતો. જે બાદ મોડી સાંજે હત્યાની આ ઘટનાની જાણ વરાછા પોલીસ (Police)ને થઈ હતી. બનાવની જાણકારી મળતા વરાછા પોલીસ સહિત પીઆઇ, એસીપી, ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યાં મૃતક વર્ષાની લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમેં અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી. વરાછા પોલીસે (Police) હરિધામ સોસાયટીમાં રહેતી વર્ષાના ઘર અને બહાર લાગેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. જે સીસીટીવી કેમેરામાં સંદીપ વર્ષાના ઘરે આવતો નજરે પડ્યો હતો. હત્યા બાદ બ્લેક કલરનું જેકેટ પહેરી ભાગી છૂટેલો સંદીપ સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાયો હતો. જેથી પોલીસે પોતાની જ ફિયાન્સીની હત્યા કેસમાં ફરાર સંદીપને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. જોકે આ સમગ્ર હત્યા કેસમાં સંદીપનો શંકાશીલ સ્વભાવ મૂળ હત્યાનું કારણ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.

અહેવાલ: રાકેશ બ્રહ્મભટ્ટ, સુરત

Tags :
Advertisement

.

×