Surat : શહેરના ટેક્સ્ટાઈલ્સ માર્કેટની આગ હજુ પણ બેકાબુ, લાખો લીટર પાણીનો મારો ચલાવાયો
- રિંગ રોડની શિવ શક્તિ ટેક્સ્ટાઇલ્સ માર્કેટની આગ વિકરાળ
- 24 કલાકથી વધુ સમયથી ફાયર વિભાગની ભારે જહેમત
- અનેક વેપારીઓનો લાખો કરોડોનો માલ આગમાં ખાખ
Surat : સુરતની ટેક્સ્ટાઈલ્સ માર્કેટની આગ હજુ પણ બેકાબુ છે. જેમાં રિંગ રોડની શિવ શક્તિ ટેક્સ્ટાઇલ્સ માર્કેટની આગ વિકરાળ બની રહી છે. તેમાં 24 કલાકથી વધુ સમયથી ફાયર વિભાગ ભારે જહેમત કરી રહ્યું છે. અનેક વેપારીઓનો લાખો કરોડોનો માલ આગમાં ખાખ થયો છે. જેમાં આગની વિકરાળ જ્વાળાઓ ડ્રોન કેમેરામાં કેદ થઇ છે. લાખો લીટર પાણીનો મારો છતાં આગ હજુ પણ બેકાબુ છે.
Surat ની શિવ શક્તિ ટેક્સ્ટાઈલ્સ માર્કેટની આગ હજુ પણ બેકાબુ | Gujarat First
સુરતની ટેક્સ્ટાઈલ્સ માર્કેટની આગ હજુ પણ બેકાબુ
રિંગ રોડની શિવ શક્તિ ટેક્સ્ટાઇલ્સ માર્કેટની આગ વિકરાળ
24 કલાકથી વધુ સમયથી ફાયર વિભાગની ભારે જહેમત
અનેક વેપારીઓનો લાખો કરોડોનો માલ આગમાં ખાખ
આગની વિકરાળ… pic.twitter.com/uf6o77PO9U— Gujarat First (@GujaratFirst) February 27, 2025
બારડોલી, નવસારી સહિત સુરત ફાયરનો કાફલો ઘટના સ્થળે
બારડોલી, નવસારી સહિત સુરત ફાયરનો કાફલો ઘટના સ્થળે છે. તેમજ સુરતની અન્ય ઇન્ડસ્ટ્રીયલ કંપનીના ફાયર જવાનો પણ કામે લાગ્યા છે. ટેક્સ્ટાઈલ્સ માર્કેટમાં માત્ર પ્રથમ અને બીજા માળની આગ કાબુમાં આવી છે. જેમાં પાલિકા કમિશનર શાલીની અગ્રવાલ ઘટના સ્થળે પહોંચ્યા છે. જેમાં અધિકારીઓ પાસેથી ઘટના અંગેની માહિતી મેળવી છે. તથા ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું છે. જેમાં ત્રીજા અને ચોથા માળે કન્જેસ્ટ એરિયા હોવા છતાં NOC કઈ રીતે આપવામાં આવી તેને લઈ સવાલ ઉઠ્યા છે. શિવ શક્તિ ટેક્સટાઇલ્સ માર્કેટમાં ટોપ ફ્લોર પર પતરાના ગેરકાયદે શેડ છે છતાં પાલિકા તંત્રના આંખ આડા કાન જોવા મળ્યા છે.
હાલ આગ પર કાબુ મેળવવાના પ્રયાસ થઇ રહ્યાં છે.
રીંગ રોડ વિસ્તારમાં આવેલ અનેક માર્કેટમાં તપાસ થાય તો ઘણી ક્ષતિઓ મળી આવે તેમ છે. કન્જેસ્ટ એરિયા હોવાના કારણે ફાયર વિભાગને આગ પર કાબુ મેળવવામાં ભારે મુશ્કેલી થઇ રહી છે. ઘટના સ્થળે પહોંચેલા પાલિકા કમિશનર શાલીની અગ્રવાલનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે આગ ખૂબ જ કોમ્પલિકેટેડ છે ઘટનાની તપાસ થશે. તથા તપાસમાં જે કઈ પણ ક્ષતિઓ હશે તેના આધારે કાર્યવાહી કરાશે. જિલ્લા કલેક્ટરની મદદથી હજીરા, ઓએનજીસી, રિલાયન્સ, ક્રિભકો સહિત કંપનીના ફાયર વિભાગની મદદ લેવામાં આવી રહી છે. હાલ આગ પર કાબુ મેળવવાના પ્રયાસ થઇ રહ્યાં છે.
આ પણ વાંચો: Gujarat : ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આજથી શરૂ થઇ