Surat : રીંગ રોડ વિસ્તારમાં ટેક્સટાઇલ માર્કેટમાં લાગી આગ
- શિવ શક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગતા અફરાતફરી
- ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
- બેઝમેન્ટના ભાગે લાગેલી આગ ત્રીજા માળ સુધી પ્રસરી
Surat રીંગ રોડ વિસ્તારમાં ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી છે. જેમાં શિવ શક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગતા અફરાતફરી થઇ છે. ત્યારે ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. બેઝમેન્ટના ભાગે લાગેલી આગ ત્રીજા માળ સુધી પ્રસરી છે.
વધુ આગ પ્રસરતા મેજર કોલ જાહેર કરાયો છે. ત્યારે ફાયર વિભાગે અલગ અલગ ટીમ બનાવી કામગીરી શરૂ કરી છે.
ધુમાડામાં ગુંગળામણના લીધે એક વ્યક્તિનું મોત નીપજ્યું
માર્કેટમાં લાગેલી આગમાં સૌથી મોટી ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં ફાયર સિસ્ટમ હોવા છતા કાર્યરત ન રહેતા અનેક સવાલ ઉઠ્યા છે. તેમાં ટેક્સટાઇલમાં આગ લાગવાનું કારણ અકબંધ છે. ત્યારે ગત રોજ પણ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી હતી. બેઝમેન્ટમાં આવેલી ચારથી પાંચ દુકાનોમાં આગ પ્રસરી ગઇ હતી. ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આગના લીધે ધુમાડાના ગોટેગોળા જોવા મળ્યા હતા. ધુમાડામાં ગુંગળામણના લીધે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.
કેટલાક લોકોને ધુમાડાને લીધે ગુંગળામણની સમસ્યા સર્જાઇ છે
ફાયર બ્રિગેડના અધિકારીના જણાવ્યા અનુસાર શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જણાઇ રહ્યું છે. આગ લાગી ત્યારે બેઝમેન્ટમાં 50થી વધુ લોકો હાજર હતા. આગ લાગતાં લોકોએ પોતાનો જીવ બચાવવા માટે રીતસરની અફરાતફરી મચાવી હતી. ફાયર ટીમે ઘટનાસ્થળે પહોંચી લોકોને બહાર કાઢ્યા હતા. આ આગની ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે કેટલાક લોકોને ધુમાડાને લીધે ગુંગળામણની સમસ્યા સર્જાઇ છે. હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. તેમજ લોકોમાં ચર્ચા એ થઇ રહી છે કે આમ આ માર્કેટમાં વારંવાર આગ કેમ લાગી રહી છે.
આ પણ વાંચો: Gujarat નું ઈકોનોમિક હબ કહેવાતા અમદાવાદનો આજે 614મો સ્થાપન દિવસ


