Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : હર્ષ સંઘવીના ઘરની સામેના લક્ઝુરિયસ ફ્લેટમાં આગ, વેસુ વિસ્તારમાં અફરાતફરી

ગૃહમંત્રી હર્ષ સંઘવીનું એક ઘર પણ આ કેમ્પસમાં આવેલું છે ત્યારે ફાયર વિભાગની ટિમ ઘટના સ્થળે પહોંચી છે
surat    હર્ષ સંઘવીના ઘરની સામેના લક્ઝુરિયસ ફ્લેટમાં આગ  વેસુ વિસ્તારમાં અફરાતફરી
Advertisement
  • હેપ્પી એન્કલેવના સાતમા માળે લાગી આગ
  • ફાયર વિભાગના આગ બુઝાવવાના પ્રયાસ તેજ
  • 5 ફાયર સ્ટેશનની 10 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે

Surat : સુરતના વેસુ વિસ્તારમાં આગથી અફરાતફરી ફેલાઇ છે. જેમાં હેપ્પી એન્કલેવના સાતમા માળે આગ લાગી છે. ત્યારે હેપ્પી એન્કલેવના ત્રણ માળ આગની ઝપેટમાં આવ્યા છે. ફાયર વિભાગના આગ બુઝાવવાના પ્રયાસ તેજ થયા છે. શહેરના વેસુ વિસ્તારની આ ઘટના છે. જેમાં હેપ્પી એન્કલેવના સાતમા માળે આગ લાગતા ત્રણ માળ આગની ઝપેટમાં આવ્યા છે.

Advertisement

5 ફાયર સ્ટેશનની 10 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે

ગૃહ મંત્રી હર્ષ સંઘવીનું ઘર પણ આ કેમ્પસમાં આવેલું છે. ત્યારે ફાયર વિભાગની ટિમ ઘટના સ્થળે પહોંચી છે. જેમાં આગ પર કાબુ મેળવવા પ્રયાસ થઇ રહ્યો છે. હાલમાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

Advertisement

પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે

ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, વેસુ વિસ્તારમાં આવેલી હેપ્પી એક્સલેન્સિયા નામની રેસિડેન્સીમાં આગ લાગવાનો ફાયર વિભાગને કોલ મળ્યો હતો. રેસિડેન્સીમાં આગ લાગી હોવાને પગલે ગંભીરતાથી પાંચ ફાયર સ્ટેશનની 10 જેટલી ગાડીઓ મોકલવામાં આવી છે. હાલ ફાયર વિભાગના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

વેસુના હેપ્પી એન્કલેવમાં આગના મામલે જાણકારી સામે આવી

વેસુના હેપ્પી એન્કલેવમાં આગના મામલે જાણકારી સામે આવી છે જેમાં હજી પણ આગ ઉપર કાબુ મેળવવા ફાયર વિભાગ દ્વારા પ્રયાસ થઇ રહ્યો છે. આઠમા માડે લાગેલી આગ નવ અને દસમા માળે પ્રસરી છે. સુરત ફાયર વિભાગ દ્વારા હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ થઇ રહ્યાં છે. વધુ એક હાઇડ્રોલિક પ્લેટફોર્મની પણ મદદ લેવામાં આવી છે. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઇ નથી. ત્યારે સુરત ફાયર વિભાગના ચીફ ઓફિસર બસંત પરીખનું નિવેદન સામે આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે આઠમા માડે આગની ઘટના બની હતી. અઢી કલાકથી વધુ સમય આગ ઉપર કાબુ મેળવવામાં થયો છે. હજી પણ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ થઇ રહ્યાં છે. આગ લાગી ત્યારે 18 થી 20 જેટલા લોકોને ટેરેસના ભાગેથી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. તથા તમામને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Bollywood : અમેરિકામાં ઋતિક રોશનના કાર્યક્રમથી વિવાદ, રામનવમીએ બીફ સમોસા, દારૂ પીરસ્યાનો દાવો

Tags :
Advertisement

.

×