સુરત ખાડીપૂર બાદ મોટી રાહત: ગીતાનગરમાં MLA સંગીતા પાટીલે કર્યું અનાજ કીટનું વિતરણ
MLA Sangita Patil: સુરતના ગીતાનગર (Gitanagar) વિસ્તારમાં ખાડીપૂરના પાણી ભરાયા બાદ મુશ્કેલીમાં મુકાયેલા અસરગ્રસ્તોને ધારાસભ્ય સંગીતા પાટીલે (MLA Sangita Patil) અનાજ કીટ અને કેશડોલ્સનું વિતરણ કર્યું હતું. તેમણે પૂર પ્રભાવિત પરિવારોની રૂબરૂ મુલાકાત લઇ સ્થિતિની સમીક્ષા કરી હતી અને તંત્રને જરૂરી સૂચનાઓ આપી રાહત કામગીરી તેજ કરાવી છે.
Advertisement
MLA Sangita Patil: સુરત શહેરમાં તાજેતરમાં આવેલા ભયાનક ખાડીપૂરે (Khadi Flood) અનેક વિસ્તારોમાં ભારે તારાજી સર્જી છે. પૂરના પાણી ઓસરતાની સાથે જ હવે પ્રશાસન અને સ્થાનિક જનપ્રતિનિધિઓ યુદ્ધના ધોરણે રાહત કામગીરીમાં જોતરાયા છે. સુરતના લિંબાયત વિસ્તારના ગીતાનગર (Gitanagar) માં પૂરના કારણે લોકોના ઘરોમાં પાણી ભરાઇ જતાં ઘરવખરીને મોટું નુકસાન પહોંચ્યું હતું.

