Surat : પૂર્વ ગૃહમંત્રી Gordhan Zadafia ના સાળા વિરુદ્ધ વિધવા મહિલાનો દુષ્કર્મનો આરોપ
- પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાના સાળા સામે દુષ્કર્મનો આરોપ (Surat)
- વજુ કાત્રોડીયાએ વિધવા મહિલાને લગ્નની લાલચ આપી ફસાવી હતી
- કામરેજ પોલીસ ગુનો ન નોંધતી હોવાનાં પીડિત મહિલાનાં આક્ષેપ
સુરતમાં (Surat) પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાનાં (Gordhan Zadafia) સાળા વિરુદ્ધ એક વિધવા મહિલાએ દુષ્કર્મનો ગંભીર આક્ષેપ કર્યો છે. ફાર્મ હાઉસમાં લઈ જઈ દારૂ પીને પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ પૂર્વ ગૃહમંત્રીનાં સાળા વિરુદ્ધ થયો છે. આ સાથે પીડિતાએ કામરેજ પોલીસ ગુનો ન નોંધતી હોવાનો પણ આક્ષેપ કર્યો છે.
આ પણ વાંચો - Gondal : ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે એવું હત્યાનું કાવતરું, હકીકત જાણી તમે પણ ચોંકી જશો!
વજુ કાત્રોડીયાની પાનનાં ગલ્લા પર મહિલા સાથે થઇ હતી મુલાકાત
સુરતમાં (Surat) પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાના (Gordhan Zadafia) સાળા સામે દુષ્કર્મની ફરિયાદ થતાં ચકચાર મચી જવા પામી છે. વિધવા મહિલાએ પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાના સાળા વજુ કાત્રોડીયા (Vaju Katrodia) વિરુદ્ધ આ ગંભીર આક્ષેપ કર્યો છે. વિધવા મહિલાનાં આરોપ અનુસાર, તે પાનનો ગલ્લો ધરાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. નવેમ્બર, 2023 થી વજુ કાત્રોડીયા વિધવા મહિલાનાં ગલ્લા પર માવા લેવા માટે જતો હતો. દરમિયાન, વજુ કાત્રોડીયાએ 'મારી પત્નીનું મોત થયું છે' તેવું વાત કરી હતી અને વિધવા મહિલાને લગ્નની લાલચ આપી હતી.
આ પણ વાંચો - સાઉથ સુપર સ્ટાર Actor Unni Mukundan નું Ahmedabad સાથે છે આ ખાસ કનેક્શન
ફાર્મ હાઉસ પર લઈ જઈ દારૂ પી દુષ્કર્મ કર્યાનો આરોપ
વિધવા મહિલાનાં આરોપ મુજબ, એક વર્ષ પહેલાં વજુ કાત્રોડીયા ગાય પગલાં પાસે તેના મિત્ર કિશોરનાં ફાર્મ હાઉસમાં તેણીને લઈ ગયો હતો અને દારૂ પીને દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ મહિલાએ લગ્નની વાત કરતા તેને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ, વિજય સવાણી અને મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તો બીજી તરફ મહિલાએ આ બાબતે વજુ કાત્રોડીયા વિરુદ્ધ કામરેજ પોલીસ સ્ટેશનમાં (Kamrej Police Station) ફરિયાદ માટે અરજી કરી હતી. પરંતુ, કામરેજ પોલીસે કાર્યવાહી કરવાનાં બદલે સમાધાન માટે મહિલાને પ્રેશર કર્યું હોવાનો આરોપ કર્યો છે. પોલીસ ફરિયાદ ન લેતા આખરે મહિલાએ મીડિયા સમક્ષ આવીને આ મામલે તેણીને ન્યાય મળે તેવી રજૂઆત કરી છે.
આ પણ વાંચો - BZ Group Scam : ક્રિકેટરો સહિત કુલ 11 હજાર લોકોએ રૂ.10 લાખથી લઈ 1 કરોડ સુધીનું રોકાણ કર્યું!