સુરતના પૂર્વ મેયર હેમાલી બોઘાવાળાએ માર્યો મોટો લોચો: વીડિયો વાયરલ!
Hemali Boghawala Viral Video: સુરતના પૂર્વ મેયર હેમાલી બોઘાવાળાએ પેપર લીક વિરોધી કાયદા અંગે યુવાનોને માહિતી આપતો વીડિયો બનાવ્યો હતો. કેમેરા સામે લખેલી સ્ક્રિપ્ટ વાંચવામાં ઉતાવળને કારણે તેઓ 'એન્ટી પેપર લીક બિલ'ને ( Anti-Paper Leak Bill) બદલે 'એન્ટી ચીટિંગ બિલ' (Anti Cheating Bill) બોલી ગયા હતા. ભૂલ સુધાર્યા કે વીડિયો જોયા વિના જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દેવાતાં ભારે ચર્ચા જાગી છે.
Advertisement
Hemali Boghawala Viral Video: સુરત મહાનગરપાલિકાના (Surat Municipal Corporation) પૂર્વ મેયર (Former Mayor) હેમાલી બોઘાવાળા (Hemali Boghawala) ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. સોશિયલ મીડિયા (Social Media) પર પોસ્ટ કરવામાં આવેલા તેમના એક વિડિયોને કારણે ભારે વિવાદ ઊભો થયો છે. રાજ્યના યુવાનોને પેપર લીક (Paper Leak) વિરોધી કાયદા અંગે માહિતગાર કરવા માટે બનાવવામાં આવેલા વીડિયોમાં તેમણે ગંભીર ભાષાકીય ભૂલ કરી દીધી હતી, જે બાદ આ વીડિયો નેટિઝન્સ અને રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

