Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surat fraud: પાલમાં વિઝા કૌભાંડનો પર્દાફાશ, વિદેશના નામે 2.13 કરોડની છેતરપિંડી કરનાર ટ્રાવેલ એજન્ટ ઝડપાયો

સુરતના (Surat) પાલ વિસ્તારમાં વિદેશ જવાના સપના બતાવી નિર્દોષ લોકો સાથે ૨.૧૩ કરોડ રૂપિયાની મોટી છેતરપિંડી (Fraud) આચરવામાં આવી છે. "મહાકાલ ટ્રાવેલ ટ્રેલ્સ" (Mahakal Travel Trails) નામની એજન્સીના સંચાલક વરુણ પરમારે 13 લોકો પાસેથી ફિનલેન્ડ અને કેનેડાના વિઝા (Visa) અપાવવાના બહાને આ રકમ પડાવી હતી. પાલ પોલીસે (Pal Police) આ મામલે ગુનો નોંધીને ફરાર એજન્ટની ધરપકડ (Arrest) કરી છે. આ હાઈ-પ્રોફાઈલ વિઝા કૌભાંડમાં (Scam) અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં પોલીસ સઘન પૂછપરછ (Interrogation) કરી રહી છે.
surat fraud  પાલમાં વિઝા કૌભાંડનો પર્દાફાશ  વિદેશના નામે 2 13 કરોડની છેતરપિંડી કરનાર ટ્રાવેલ એજન્ટ ઝડપાયો
Advertisement
  • Surat fraud: સુરતના પાલમાં વિઝાનું મોટું કૌભાંડ
  • વિદેશ નામે 2.13 કરોડની છેતરપિંડી કરનાર
  • 'મહાકાલ ટ્રાવેલ્સ'ના એજન્ટ વરુણ પરમાર પકડાયો
  • 13 લોકો પાસેથી કરોડો ખંખેર્યા, હવે જેલહવાલે!

Surat fraud: સુરતના (Surat) પાલ વિસ્તારમાં વિદેશ જવા ઈચ્છતા લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી (Fraud) આચરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. વિવિધ દેશોના વિઝા (Visa) અપાવવાના બહાને નિર્દોષ લોકો પાસેથી અંદાજે 2.13 કરોડ રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે પાલ પોલીસે (Pal Police) સઘન તપાસ હાથ ધરીને મુખ્ય સૂત્રધાર એવા ટ્રાવેલ એજન્ટની ધરપકડ (Arrest) કરી લીધી છે. વિદેશ જવાની ઘેલછામાં ફસાયેલા અનેક લોકો આ આંતરરાષ્ટ્રીય સ્તરના વિઝા કૌભાંડનો શિકાર બન્યા છે.

Tags :
Advertisement

.

×