Surat: ગજેરા બંધુઓને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત, 1980 કરોડની છેતરપિંડી કેસમાં ધરપકડ પર રોક
- સુરત (Surat) માં ગજેરા બંધુઓ (Gajera Brothers) પર 1980 કરોડની છેતરપિંડી કેસમાં SCની રાહત
- સુપ્રીમ કોર્ટએ ગજેરા બંધુઓની ધરપકડ પર રોક લગાવી
- હાઈકોર્ટમાં 2 અઠવાડિયામાં ક્વોશિંગ પિટિશન દાખલ કરી શકશે
- સુરત ક્રાઈમ બ્રાન્ચે 1928 કરોડની છેતરપિંડી કેસ દાખલ કર્યો
Surat: ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ ગજેરા બંધુઓ (Gajera Brothers) માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અંદાજે 1980 કરોડ રૂપિયાની છેતરપિંડી અને મની લોન્ડરિંગના ગંભીર આરોપોનો સામનો કરી રહેલા ગજેરા બંધુઓની ધરપકડ પર સુપ્રીમ કોર્ટે (Supreme Court) હાલ પૂરતી રોક લગાવી દીધી છે. સર્વોચ્ચ અદાલતે આ મામલે મધ્યસ્થી કરતા આગામી બે અઠવાડિયા સુધી કોઈ પણ પ્રકારના કડક પગલાં ન લેવા સુરત પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચને આદેશ કર્યો છે.
સુરત (Surat) માં ગજેરા બંધુઓ (Gajera Brothers) પર 1980 કરોડની છેતરપિંડી કેસમાં SCની રાહત
શાંતિ રેસિડન્સી પ્રા.લિ.ના સંદર્ભમાં ફરિયાદી પ્રવીણ અગ્રવાલ દ્વારા હાઈકોર્ટમાં એક પિટિશન દાખલ કરવામાં આવી હતી. આ પિટિશનના આધારે હાઈકોર્ટે ગજેરા બંધુઓ સામે FIR દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચે આ મામલે ત્વરિત કાર્યવાહી કરતા 1928 કરોડની છેતરપિંડી, દસ્તાવેજોમાં ફોર્જરી અને મની લોન્ડરિંગની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
સુપ્રીમ કોર્ટનો નિર્દેશ
હાઈકોર્ટના આદેશને ગજેરા બંધુઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે પિટિશન ગ્રાહ્ય રાખતા નોંધ્યું હતું કે, આરોપીઓ પાસે કાયદાકીય રક્ષણ મેળવવાનો અધિકાર છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, આગામી બે અઠવાડિયા સુધી પોલીસ આરોપીઓ સામે કોઈ વિશેષ કે કડક પગલાં (ધરપકડ) લઈ શકશે નહીં.ગજેરા બંધુઓને આ સમયગાળા દરમિયાન હાઈકોર્ટમાં ક્વોશિંગ પિટિશન (ફરિયાદ રદ કરવાની અરજી) દાખલ કરવાની છૂટ આપવામાં આવી છે.
ભ્રષ્ટાચાર અને આર્થિક ગેરરીતિના આરોપો
આ કેસમાં ભ્રષ્ટાચાર અને આર્થિક ગેરરીતિના આરોપો ખૂબ જ ગંભીર છે, પરંતુ સુપ્રીમ કોર્ટના આ સ્ટે ઓર્ડરથી હાલ ગજેરા બંધુઓને ધરપકડની તલવાર નીચેથી મુક્તિ મળી છે. હવે જોવાનું એ રહેશે કે આગામી બે અઠવાડિયામાં હાઈકોર્ટ આ કેસમાં શું વલણ અપનાવે છે.
આ પણ વાંચો : Junagadh Jail Mobile Seized : જૂનાગઢ જેલમાંથી 3 મોબાઈલ ઝડપાયા, કેદીએ જેલ સ્ટાફ સાથે કરી માથાકૂટ


