Influencer simran Case: ઈન્ફ્યુએન્સર સિમરને ગાંધીજી પર કરી અભદ્ર ટિપ્પણી, વિવાદિત વીડિયોથી વકર્યો વિવાદ
ગાંધી જયંતિના અવસરને લઈને બનાવવામાં આવેલા એક સોશિયલ મીડિયા વીડિયાએ સુરતમાં વિવાદ થયો. વીડિયો વાયરલ થયા બાદ મામલો સાયબર ક્રાઇમ સેલ સુધી પહોંચ્યો અને ફરિયાદના આધારે Instagram ID ના ધારક સામે કાર્યવાહી શરૂ. કેસમાં IT Actની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. હવે તપાસમાં વીડિયો પાછળની વિગતો અને ડિજિટલ પુરાવાઓ અંગે શું સામે આવે છે તેના પર નજર છે.
Advertisement
Influencer simran Case : સુરતમાં ગાંધીજીને લગતા એક વિવાદિત સોશિયલ મીડિયા વીડિયો મામલે સાયબર ક્રાઇમ સેલે કાર્યવાહી કરી છે. મળતી માહિતી મુજબ, Instagram પર simran 143 નામની ID ના ધારક સામે ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે પોલીસે IT Act 2008 ની કલમ 67 હેઠળ કાર્યવાહી શરૂ કરી છે.

