Surat : પુણા ગામમાં વહેલી સવારે ગેસ સિલિન્ડર થયો બ્લાસ્ટ, 6 દાઝ્યા
- Surat નાં પુણા ગામમાં વહેલી સવારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના
- 6 લોકો દાઝી જતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
- વહેલી સવારે મોટો વિસ્ફોટ થતાં વિસ્તારમાં અફરાંતફરીનો માહોલ
સુરતનાં (Surat) પુણા ગામમાં વહેલી સવારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટની મોટી દુર્ઘટના બની છે. આ ઘટનામાં 6 લોકો દાઝ્યા હોવાની માહિતી છે. તમામને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે સ્મીમેર હોસ્પિટલ લઇ જવાયા છે. ગેસનો બાટલો ફાટતા જોરદાર વિસ્ફોટ થયો હતો, જેથી સ્થાનિકો જાગી ગયા હતા અને ભયનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગે કામગીરી કરી આગ પર કાબૂ મેળવ્યો છે.
આ પણ વાંચો - Weather Report : રાજ્યમાં ઠેર ઠેર ગાત્રો થીજવી દે તેવી ઠંડી! જાણો આગાહી અને ક્યાં કેટલું છે તાપમાન ?
ઘરમાં વહેલી સવારે ગેસનો બાટલો ફાટ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતનાં Surat) પુણા ગામમાં આવેલી નાલંદા સ્કૂલની સામે રાધે કૃષ્ણ સોસાયટીમાં આવેલ એક ઘરમાં વહેલી સવારે ગેસનો બાટલો ફાટ્યો (Gas Cylinder Blast) હતો. ગેસનો બાટલો ફાટતા મોટો ધડાકો થયો હતો, જેથી વિસ્તારમાં લોકો જાગી ગયા હતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ ફાયર બ્રિગેડને ઘટનાની જાણ કરી હતી. આથી, ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ પણ વાંચો - Kutch : 540 ફૂટ ઊંડા બોરવેલમાંથી દીકરીને બહાર કાઢવા સંઘર્ષ યથાવત, ગઈકાલે કેમેરમાં કેદ થઈ હતી
ઘટનામાં 6 લોકો દાઝી જતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
માહિતી અનુસાર, ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાની આ ઘટનામાં 6 જેટલા લોકો દાઝી ગયા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલેન્સ મારફતે સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ (SMIMER Hospital) લઇ જવાયા છે. સદનસીબે હાલ, આ ઘટનામાં કોઈ જાનહાનિનાં સમાચાર નથી. ઘરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટને પગલે સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો - Rajkot : વિંછીયામાં પોલીસ પથ્થમારો, 50 થી વધુની ધરપકડ, કર્ફ્યુ જોવા માહોલ