Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat માં ખૂની ખેલ, દોહિત્રએ નાનીની કરી હત્યા, પોલીસ તપાસમાં આ રીતે ફૂટ્યો ભાંડો

સુરતના પરવટ પાટિયામાં કામધંધો ન કરતા અને બેકાર રખડતા ૨૫ વર્ષીય દોહિત્ર હર્ષ પટેલે શિસ્ત અને કામ બાબતે સતત ટકોર કરતા પોતાના 70 વર્ષીય નાની લીલાબેનની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હતી. આરોપીએ શરૂઆતમાં આત્મહત્યાનું નાટક કરી પોલીસને છેતરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ FSL તપાસ અને પોલીસની ઉલટતપાસમાં સત્ય બહાર આવ્યું હતું.
surat માં ખૂની ખેલ  દોહિત્રએ નાનીની કરી હત્યા  પોલીસ તપાસમાં આ રીતે ફૂટ્યો ભાંડો
Advertisement
  • Surat ના પુણામાં 70 વર્ષીય વૃદ્ધાની હત્યા
  • ઘરમાં જ વૃદ્ધાની કરપીણ હત્યા કરાતા ચકચાર
  • પુણા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો

Surat: સુરતના પુણા પોલીસ મથકની હદમાં આવતા પરવટ પાટિયા (Parvat Patiya) વિસ્તારમાં ગત ગત રાત્રિએ એક અત્યંત હૃદયદ્રાવક ઘટના બની હતી. અનમોલ એપાર્ટમેન્ટમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધા લીલાબેન ચંદુભાઈ ચૌધરીની તેમના જ ઘરમાં ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જ સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. પુણા પોલીસ સ્ટેશનના પી.આઈ. વિક્રમ દેસાઈ અને તેમની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. શરૂઆતમાં આ મામલો અત્યંત પેચીદો જણાતો હતો કારણ કે ઘરમાંથી કોઈ જ પુરાવા મળ્યા નહોતા.

Surat: દોહિત્રએ મગરમચ્છ આસુ સાર્યા

પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન લીલાબેનનો 25 વર્ષીય દોહિત્ર હર્ષ નિલેશભાઈ પટેલ ત્યાં જ હાજર હતો અને સતત રડી રહ્યો હતો. તેણે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે એક ખોટી કહાની ઘડી કાઢી હતી. હર્ષે જણાવ્યું હતું કે તેના નાની લાંબા સમયથી જીવનથી કંટાળી ગયા હતા અને તેમણે પોતે જ ચપ્પુ વડે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં ઝપાઝપી દરમિયાન તેમને ઈજા થઈ હતી. હર્ષની આ વાત પાડોશીઓ અને સંબંધીઓએ સાચી માની લીધી હતી, પરંતુ પોલીસને તેની શંકાસ્પદ વર્તણૂક અને ઘટનાસ્થળની પરિસ્થિતિ પરથી કંઈક અજુગતું લાગતું હતું.

Advertisement

Advertisement

FSL તપાસમાં ખુલ્લું પડ્યું પાપ

ઘટનાની ગંભીરતા જોતા ડોગ સ્ક્વોડ અને FSL ની મદદ લેવામાં આવી હતી. એફએસએલના રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે ગળા પરના ઘા આત્મહત્યા (Suicide) ન હોઈ શકે. પોલીસે હર્ષની કડક પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો. તેણે કબૂલાત કરી હતી કે તે લાંબા સમયથી બેકાર હતો અને તેના નાની તેને વારંવાર કામધંધો કરવા અને જવાબદારી સમજવા બાબતે ટકોર (Scolding) કરતા હતા. શિસ્તના આગ્રહી નાનીની આ રોજબરોજની સલાહથી ઉશ્કેરાઈને હર્ષે રાત્રિના સમયે તેમની હત્યા કરી નાખી હતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Ahmedabad: 23 વર્ષિય આરોપી 3 પોલીસકર્મીઓને ચકમો આપી ફરાર, પોલીસ તંત્રમાં દોડધામ

Tags :
Advertisement

.

×