Surat સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: આંગણવાડીથી લઈ કોલેજો સુધી બધું જ બંધ, તંત્ર સજ્જ
Surat Rain Update: સુરત સહિત દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશ દમણ, દાદરા નગર હવેલીમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદની આગાહીને પગલે વિદ્યાર્થીઓની સલામતી માટે સુરત (DEO) અને સંઘ પ્રદેશ પ્રશાસન દ્વારા તમામ શાળાઓ, કોલેજો અને આંગણવાડીઓમાં રજા જાહેર કરાઈ છે. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ છે.
Advertisement
Surat Rain Update: સુરત (Surat) શહેરમાં વહેલી સવારથી જ હવામાનમાં પલટો આવ્યો છે અને ધોધમાર વરસાદ (Heavy Rain) શરૂ થયો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત (South Gujarat) માં આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી (Rain Forecast) હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ પરિસ્થિતિને જોતા વહીવટી તંત્ર એકશન મોડમાં આવી ગયું છે.

