Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat : મગદલા–હજીરા બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના! અજાણ્યા વાહનની અડફેટથી પરિવારે ઘરના મોભી ગુમાવ્યા

Surat ના મગદલ્લા-હજીરા બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં અજાણ્યા વાહનની અડફેટે એક વ્યકિતનું મોત થયું છે અને પોલીસે અજાણ્યા વાહનચાલકની શોધખોળ શરૂ કરી છે, મોડી રાત્રે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધાયો છે અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
surat   મગદલા–હજીરા બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના  અજાણ્યા વાહનની અડફેટથી પરિવારે ઘરના મોભી ગુમાવ્યા
Advertisement
  • Surat ના મગદલા–હજીરા બ્રિજ પર ગત રાત્રે સર્જાયો અકસ્માત
  • અકસ્માતમાં બચુભાઈ વસૈયાનું કરુણ મોત
  • અજાણ્યા વાહનની ટક્કરથી આધેડે જીવ ગુમાવ્યો
  • અકસ્માત બાદ ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી
  • પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ આદરી

Surat : સુરતના મગદલા–હજીરા બ્રિજ (bridge) પર અકસ્માતની (accident) ઘટના બની છે અને આ અકસ્માતમાં વાહનચાલક અકસ્માત સર્જીને ફરાર થયો છે, પોલીસે (police) ગુનો નોંધ્યો છે અને આસપાસના સીસીટીવી (cctv) પણ તપાસ માટે લીધા છે. કાર (car) અથવા ટ્રકના (truck) ચાલકે આ અકસ્માત સર્જયો હોઈ શકે છે તેવું પોલીસનું અનુમાન છે, પરિવારે ઘરનો સભ્યો ગુમાવ્યો છે. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થઈ ગયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, હાલમાં પોલીસે પરિજનોના નિવેદન નોંધ્યા છે.

અકસ્માતમાં એકનું મોત

સુરતના મગદલ્લા-હજીરા બ્રિજ પર ગત મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કોઈ અજાણ્યા વાહનની ટક્કરે બચુભાઈ વસૈયા નામના આધેડનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતને પગલે બ્રિજ પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકો મદદે દોડી આવ્યા હતા પરંતુ મૃતકને સારવાર મળે તે પહેલા મોત થયું હતું. ફુલ સ્પીડમાં વાહન હંકારનારે આ અકસ્માત સર્જયો હોઈ શકે છે તેવું પોલીસનું અનુમાન છે, હજી સુધી વાહનચાલક પોલીસના ચોપડે ફરાર છે અને પોલીસ તેને શોધી રહી છે.

Advertisement

surat gujarat first

Advertisement

એક દિવસમાં 2 અકસ્માતમાં 2ના મોત

મૃતક બચુભાઈ મૂળ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વતની હતા અને રોજગારી અર્થે સુરતમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. સુરતમાં અલ્કાપુરી બ્રિજ (alkapuri bridge) પાસે વહેલી સવારે અકસ્માત (accident) થયો હતો અને બે ભાઈ બાઈક (bike) પર જઈ રહ્યાં હતા તે દરમિયાન સુમુલ ડેરીના (sumul dairy) ટ્રકના ડ્રાઈવરે ફુલ સ્પીડમાં ટ્રક (truck) હંકારી અકસ્માત સર્જયો હતો, બે સગા ભાઈઓમાંથી એકનું મોત થયું છે તો બીજો ભાઈ ઈજાગ્રસ્ત થયો છે, ઘરના કામને લઈ બે ભાઈઓ બહાર નીકળ્યા હતા અને આ ઘટના બની હતી, તો સમગ્ર ઘટનામાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ પણ વાંચો : Surat : સુમુલ ડેરીના ટ્રકે બે સગા ભાઈઓને અડફેટે લીધા, એકનું ઘટના સ્થળે મોત તો બીજો ભાઈ ગંભીર ઈજાગ્રસ્ત

Tags :
Advertisement

.

×